PM મોદીના વતન વડનગરને મોટો ઝટકો: વિકાસ અટક્યો : નબળી નેતાગીરી સામે રોષ

PM મોદીના વતન વડનગરને મોટો ઝટકો: વિકાસ અટક્યો : નબળી નેતાગીરી સામે રોષ

ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી દ્વારા વડનગરના વિકાસમાં શા માટે નિરસતા દાખલ કરવામાં આવી રહી છે ?

વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ વડનગર પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.

વડનગરના ધારાસભ્ય પોતાના મત વિસ્તાર ઊંઝાની સમસ્યાઓને ઉલેચવામાંથી નવરા પડે તો વડનગરના વિકાસમાં ધ્યાન આપી શકે ને ?

વડનગર ભાજપ સંગઠનના હોદ્દેદારો સામે પણ ઉઠ્યા સવાલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર પાલિકાને વિકાસના કામોની વહીવટી મંજૂરી નહીં મળતાં સરકારે ફાળવેલી રૂ.85 લાખની ગ્રાન્ટ પરત જતાં તંત્રની બેદરકારી બહાર આવી છે. તત્કાલીન ચીફ ઓફિસરે બહાલી માટે મોકલેલી ફાઈલ નામંજૂર થતાં વિકાસના કામો નહીં થતાં લોકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

પાણી માટેનો માસ્ટર પ્લાન અધ્ધરતાલ

વડનગરમાં પાણી માટે બનાવેલો માસ્ટર પ્લાન પણ અધ્ધરતાલ વડનગરમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે. આંતરે દિવસે પાણી મળતાં કેટલીય સોસાયટીઓમાં પાણીની બૂમો પડી રહી છે. ત્યારે પાણીનો પ્રશ્ન હલ કરવા અગાઉ પાલિકાએ વર્ષો જૂની પાઈપો બદલી તેમજ ટાંકી બનાવી જે વિસ્તારમાં પાણી નથી પહોંચતું તે વિસ્તારમાં પાણી પહોંચાડવા માસ્ટર પ્લાન તૈયાર કરી વહીવટી મંજૂરી માટે મોકલી આપ્યો હતો. જે હજુ પણ અધ્ધરતાલ છે. આ પ્લાન મંજૂરી થાય તો શહે૨માં પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.

હાલમાં પાલિકામાં વહીવટદાર શાસન છે ત્યારે પદાધિકારીઓ વિના કામો ન થતાં હોય તેવો ઘાટ ઘડાયો છે.વહીવટદારે મંજૂરી ન આપતાં ગ્રાન્ટની સમય મર્યાદા પૂરી થઈ જતાં આ ગ્રાન્ટ સરકારમાં પરત ગઇ છે. એકબાજુ સરકાર વડનગરના વિકાસ માટે કરોડો ફાળવી રહી છે, ત્યારે પાલિકા વિકાસકામો માટે ફાળવાયેલી ગ્રાન્ટ વા૫૨વામાં બેદરકાર બની રહી છે. પાણી, ગટરડેમેજ સહિતની સમસ્યાઓ વધી રહી છે. તંત્રના પાપે 85 લાખ પરત જતાં નગરજનો વિકાસના કામોથી વંચિત રહી