ભાવનગર : રંઘોળા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, વારંવાર સર્જાતા અકસ્માતો પાછળ જવાબદાર કોણ ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ભાવનગર : ભાવનગર રાજકોટ હાઈવે પર રંઘોળા ગામથી ચોકડી વચ્ચે આવેલ નદી પરના ઓવરબ્રિજ પાસેના ડિવાઈડર સાથે આજે વહેલી સવારે એક કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ગાડીમાં સવાર અન્ય મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા જેમને સુરત અને સૌરાષ્ટ્રના અગ્રણી સમાજસેવક જીગ્નેશભાઈ મેવાસા અને ઉપસ્થિત લોકોની મદદથી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ઘટનાસ્થળ પર હાજર રહેલા અગ્રણી સમાજસેવક જીગ્નેશભાઈ મેવાસા ના જણાવ્યા મુજબ રાજકોટનો એક પરિવાર સામાજિક પ્રસંગે જ્યારે ભાવનગર જઇ રહ્યો હતો ત્યારે રંઘોળા ગામ અને ચોકડી વચ્ચે આવેલા બ્રિજ પર ના એક ડિવાઈડર સાથે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ કાર ભટકાઈ જતા બે થી ત્રણ પલટી મારી ગઇ હતી અને ગાડીમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી.જેમને આ સ્થળેથી પસાર થઇ રહેલ જીગ્નેશભાઈ મેવાસા અને અન્ય લોકોની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
ઘટનાને નજરે નિહાળનારા જીગ્નેશભાઈ મેવાસા જણાવે છે કે આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારના દિશાસૂચક, રીફલેકટર કે લાઈટ ન હોવાથી અવારનવાર અહીં અકસ્માતો બનતા રહે છે. થોડાક સમય અગાઉ આજ સ્થળે એક જાનની બસ પલટી મારતા આશરે ૪૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા છતાં પણ હજુ સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી.