ઊંઝા : આર.કે.ફાઉન્ડેશનના આ પ્રયોગથી મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ પણ હવે બનશે વૈજ્ઞાનિકો, જાણો કેવી રીતે ?
ઊંઝા આર.કે ફાઉન્ડેશનનો પ્રશંસનીય પ્રયોગ
વિદ્યાર્થીઓ માં પ્રયોગો કરવાની અભિરુચિ વધશે
માત્ર પુસ્તકોમાં જ સીમિત રહેતા વિજ્ઞાનના પ્રયોગો હવે વિદ્યાર્થીઓ જોઈ અને જાતે શીખી શકશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા આર. કે. ફાઉન્ડેશન ના દીર્ઘદ્રષ્ટા એવા સ્થાપક હિતેશભાઈ પટેલ ના નેતૃત્વમાં આ સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે જેમાં તાજેતરમાં આ સંસ્થા દ્વારા એક એવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી કે જેને લઇને વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં અભિરુચિ જાગે.
તાજેતરમાં આર.કે ફાઉન્ડેશન ઊંઝા ના સહયોગથી મહેસાણા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન વિષયની વિવિધ પ્રયોગોની ૧૨૫૦ નંગ ડી.વી.ડી. (DVD) નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી જયશંકરભાઈ રાવલ, મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પુલકિતભાઈ જોશી, વિડિઓ બનાવનાર શિક્ષક શ્રી પ્રશાંત શર્મા, સંસ્થાના સ્થાપક સભ્ય હિતેષ પટેલ (એચ.એચ) અન્ય મહેમાનો અને સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.