ઊંઝા : તાલુકા પંચાયત પ્રમુખની રજૂઆત રંગ લાવી : વિધાર્થીઓ સહિતના મુસાફરો માટે ખુશીના સમાચાર

ઊંઝા : તાલુકા પંચાયત પ્રમુખની રજૂઆત રંગ લાવી : વિધાર્થીઓ સહિતના મુસાફરો માટે ખુશીના સમાચાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ઊંઝા તાલુકાના ઉપેરા ગામે છેલ્લા કેટલાય સમયથી મહત્વના એસ ટી બસ ના રૂટ બંધ થવાથી વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડતી હતી જેને લઇને ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા હર્ષભાઈ સંઘવી, રાજ્ય વાહન વ્યવહાર મંત્રી, ગુજરાત રાજ્ય તથા મહેસાણા એસટી ડિવિઝન વિભાગના નિયામકને પત્ર લખીને બંધ બસ ના રૂટ ચાલુ કરવા માટે જાણ કરાઈ હતી. જે સંદર્ભે પરિસ્થિતિની ગંભીરતા સમજીને મહેસાણા એસટી વિભાગ નિયામક દ્વારા તાત્કાલિક આ બંધ રૂટની એસ ટી બસ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં આ તમામ માગણી મુજબના રૂટ શરૂ કરાયા છે.

તાલુકા પંચાયત પ્રમુખે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વિસનગર ડેપોમાંથી ઉપેરા ગામે આવતી વિસનગર - ઉપેરા ની ત્રણ બસો (૧) વિરાનગર - ઉપેરા - મછાવા બસ સવારે- 9 - 00 કલાકે વિસનગરથી ઉપડતી હતી (૨) વિસનગર - ઉપેરા - મછાવા વાળી સાંજના 4-00 કલાકે વિસનગરથી ઉપડતી હતી (૩) વિસનગર - ઉપેરા - મછાવા રાત્રે 7 - 45 કલાકે વિસનગરથી ઉપડતી હતી. સદર ત્રણેય બસો છેલ્લા કેટલાય સમયથી બંધ હતી.

આ ત્રણેય બસોમાં મોટા ભાગે વિસનગર જતા વિધાર્થીઓ અપડાઉન કરતા હતા, સદર બસો બંધ થવાથી વિધાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી હતી. વિસનગર થી ઉપેરા ગામે આવા જવા માટે ખાસ કરીને બસ સિવાય અન્ય વાહન વ્યવહાર ઉપલબ્ધ નથી. 

કારણ કે ઉપેરા ગામ ઉંઝા તાલુકાનું છેલ્લુ તથા અંતરીયાળ ગામ છે. જેથી અન્ય વાહન વ્યવહાર સરળતાથી ઉપલબ્ધ ન હોઈ ત્રણ બસો દ્વારા જ વિદ્યાર્થીઓ અપડાઉન કરી શકે તેવી પરિસ્થિતિ હતી. જેને લઇ ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા મહેસાણા વિભાગીય નિયામક કચેરીને પત્ર લખીને રજૂઆત કરાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ મેં રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક મહેસાણા એસટી વિભાગીય નિયામક દ્વારા આ બસો ચાલુ કરવાની ખાતરી આપવામાં આવી હતી અને હાલમાં આ ત્રણેય બસ ચાલુ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ અને આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.