ઊંઝા : ન.પા.ના સત્તાધીશોના અક્કડ વલણને લીધે શહેરમાં કચરાના ઢગ, સફાઈકર્મીઓની ન્યાયિક માંગણીઓને દબાવવાના પ્રયાસ
ઊંઝા નગર પાલિકાના સત્તાધીશો દ્વારા હકની માંગણી કરનાર રોજમદાર સફાઈકર્મીઓને નોટિસો આપી દબાવવાનો પ્રયાસ
વડાપ્રધાન જે સફાઈકર્મીઓ પ્રત્યે ઉચ્ચ સન્માન વ્યક્ત કરે છે એ સફાઈ કર્મીઓની રજૂઆતો પ્રત્યે પાલિકા પ્રમુખે કર્યા આંખ આડા કાન
સફાઈકર્મીઓએ અસહકારની લડતનું શસ્ર આપણાવતા શહેરમાં ખડકાયા ગંદકીના ઢગ.
સત્તાધીશોને અક્કડ વલણને કારણે શહેર ગંદુ ગોબરૂ !
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) : ઊંઝા નગર પાલીકામાં હાલમાં રોજમદાર સફાઇ કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર છે કારણકે ક્યાંકને ક્યાંક તેમના હકો રહ્યા હોય તેવું લાગતા તેમણે ગાંધીજીનું પ્રિય ગણાતું અસહકારનું શસ્ત્ર ઉગામ્યું છે જેને પરિણામે ઊંઝા શહેરમાં કેટલાક ઠેકાણે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે જેને પરિણામે શહેરીજનોનો આરોગ્ય જોખમાવવાની સંભાવનાઓને નકારી શકાતી નથી.
અત્રે નોંધનીય છે કે ઊંઝા નગરપાલિકા દ્વારા થોડાક સમય પહેલા 22 કર્મીઓની ભરતી અંગેની એક જાહેરાત સમાચાર પત્રમાં આપવામાં આવી હતી. ત્યારે છેલ્લા 10 થી લઈને 25 વર્ષ જુના રોજમદારો કે જેઓ નગરપાલિકામાં કામ કરી રહ્યા છે તેમને હજુ સુધી કાયમી ના ઓર્ડરો આપવામાં આવ્યા નથી જેથી આ રોજમદારો રજૂઆત કરવા માટે યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન પ્રમુખને રજુઆત કરવા માટે રાહ જોઇને ઊભા હતા છતાં પણ નગરપાલિકા પ્રમુખ દ્વારા તેમની સામે જોવાની પણ તસ્દી ન લેવાતા પોતાનું અપમાન થયું હોવાનું અનુભવતા આ રોજમદારો એ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે.
નગરપાલિકા પ્રમુખ દ્વારા રોજમદાર સફાઇ કર્મીઓ ની માગણીઓને ધ્યાનમાં લેવાઇ નથી .જે સંસ્થામાં તેમણે 10થી લઇને ૨૫ વર્ષ સુધી ભોગ આપ્યો છે એવા સફાઇ કર્મીઓ ની લાગણી યુક્ત માગણીઓની અવગણના કરનાર નગરપાલિકાના પ્રમુખ સામે પણ રોજમદારો માં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ આ રોજમદાર સફાઇ કર્મીઓ શહેરની સ્વચ્છતા નું એક અવિભાજ્ય અંગ છે. જો કે સફાઇ કર્મીઓ પ્રતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ખૂબ જ હમદર્દી અને સહાનુભૂતિ ધરાવે છે. સમય અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફાઈકર્મી ના પગ ધોયા હોવાની ઘટના પણ કદી ભૂલી શકાય તેમ નથી. ત્યારે સત્તાના નશામાં નગરપાલિકાના પ્રમુખે રોજમદાર સફાઇ કર્મીઓ ની માગણીઓ ને અવગણી ને જાણે પોતે પ્રધાનમંત્રી કરતાં પણ કંઈક વિશેષ હોય તેઓ રૂવાબ જમાવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે !