સુરત મહાનગર પાલિકાની બેઠકમાં આમ આદમી પાર્ટીના નગરસેવકોની રજૂઆતોને લઈ મેયર અને અધિકારીઓ પણ દંગ રહી ગયા !, જાણો શુ કરી મહત્વની માંગણીઓ

સુરત મહાનગર પાલિકાની બેઠકમાં આમ આદમી પાર્ટીના નગરસેવકોની રજૂઆતોને લઈ મેયર અને અધિકારીઓ પણ દંગ રહી ગયા !, જાણો શુ કરી મહત્વની માંગણીઓ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  શનિવારે સુરત મહાનગર પાલિકામાં મેયરની અધ્યક્ષતામાં વરાછા અને સરથાણા ઝોન વિસ્તારના નગરસેવકો અને અધિકારીઓ સાથે મળેલી સંકલન બેઠક મળી હતી, જેમાં નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા, ઝડપથી વેક્સિનેશન, પાણી, સફાઇ, ડ્રેનેજ, રોડ રસ્તા, દબાણને લગતા પ્રશ્નોને લઇ નગરસેવકોએ પસ્તાળ પાડી હતી. તેમજ રસી કેન્દ્રો વધારવા માંગ કરી હતી. જોકે આ બેઠકમાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સૌથી વધુ અને ધારદાર રજૂઆતો કરી હતી. જ્યારે ભાજપના નગરસેવકોએ માત્ર ઔપચારિકતા પૂરતી જ રજૂઆતો કરી હોવાનું જાણવા મળ્યું છે

સુરત મહાનગરપાલિકાની વરાછા - ઝોન A & B ના તમામ નગરસેવકો , પદાધિકારીઓ તેમજ ઝોન ના તમામ અધિકારીઓની મળેલી સંકલન મિટિંગમાં નગર સેવક પાયલ સાકરિયાએ વોર્ડ નંબર 3,4,16અને 17 માંથી પસાર થતી ખાડીને આર.સી.સી બોક્સ ડ્રેઇન કરીને પેક કરવા બાબતે તેમજ વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તાર માં આવેલી ખાડી માંથી ચોમાસા પહેલા કચરુ તેમજ ઝાડી ઝાંખરા સાફ કરાવવા તેમજ દવાનો છંટકાવ કરવા તેમજ ખાડી ને ડી-સેલટિંગ કરાવવા બાબતે ઉપરાંત વોર્ડ નંબર 16 માં TP-11અને TP-20 માં આવેલા બંધ હાઇટેનશન ના થાંભલાઓ હટાવવા બાબતે રજુઆત કરી.

તો વળી વોર્ડ નંબર 16 ના નગરસેવક જીતુભાઇ કાછડીયા એ વોર્ડ ના રસ્તાઓ ઉંચા નીચા છે અને ડેવલોપમેન્ટ હજુ નથી તો રસ્તાઓ સરખા કરાવવા બાબતે રજુઆત કરી.ઉપરાંત વોર્ડ નંબર 16 ના નગરસેવક શોભનાબેન કેવડિયા એ વોર્ડ નંબર 16 ની જે સોસાયટીઓ માં પાણી નું પ્રેસર ઓછું છે તે સરખું કરવા તેમજ પુણાગામ તળાવ ની કામગીરી વર્ષો થી ચાલી રહી છે તેને જલ્દી પૂર્ણ કરવા બાબતે રજુઆત કરી.

આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરીએ રજૂઆત કરી હતી કે શહેરમાં ઓક્સિજન આપતા વૃક્ષોની સંખ્યા ઓછી છે અને બીજી તરફ જીઇબી વૃક્ષો ઉપરથી પસાર થતાં તારને લઇ વૃક્ષો કાપી નાંખતા હોવાની ફરિયાદો થઇ હતી. જેથી લાઇનો અન્ડર ગ્રાઉન્ડ કરવા માટે વ્યવસ્થા કરવી જોઇએ. દર વર્ષે સ્વચ્છતામાં એવોર્ડ લેવાનો હોય ત્યારે બે-ત્રણ મહિને સફાઇને લગતા પ્રશ્નો સોલ્વ થઇ જાય છે. પરંતુ 365 દિવસ એવોર્ડ લેવાના હોય એ રીતે કામ કરવું જોઇએ. જેથી કરીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય.મોટા વરાછા-અબ્રામા ખાતે સીસી રોડનું કામ 3 વર્ષથી મંદગતિએ ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ રોડ ખોદવામાં આવ્યા છે. ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.