એચડીએફસી બેન્ક માં લોનના વ્યાજ દરમાં વધારો

એચડીએફસી બેન્ક માં લોનના વ્યાજ દરમાં વધારો

Mnf network :HDFC Bank Hikes MCLR: દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કે તેના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દીધી છે. 7મી સપ્ટેમ્બરથી બેન્ક ગ્રાહકોએ HDFC બેન્કની કેટલીક પસંદગીની લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડશે. HDFC બેન્કે બેન્ચમાર્ક માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR) રેટમાં 15 બેસિસ પોઈન્ટ અથવા 0.15 ટકાનો વધારો કર્યો છે.

HDFC બેન્કના રાતોરાત MCLRમાં 15 bpsના વધારા પછી તે 8.35 ટકાથી વધીને 8.50 ટકા થઈ ગયો છે. એક મહિનાના MCLRમાં 0.10 ટકાનો વધારો થયો છે અને તે 8.45 ટકાથી વધીને 8.55 ટકા થયો છે. ત્રણ મહિનાનો MCLR 8.70 ટકાથી 10 બેસિસ પોઇન્ટ વધીને 8.80 ટકા થયો છે. છ મહિનાના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે અને તે 8.95 ટકાથી 9.05 ટકા થયો છે.

એક વર્ષની MCLR સાથે જોડાયેલી ઘણા ગ્રાહક લોન માટે MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તે 9.10 ટકાથી વધીને 9.15 ટકા થયો છે. બેન્કે એક વર્ષ અને બે વર્ષ માટે MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે અને તે 9.20 ટકાથી વધીને 9.20 ટકા થયો છે.