Morning Break : બી.એસ.એફ ના આઇ.જી.તરીકે કોની થઈ નિયુક્તિ ? નામાંકિત બિલ્ડર ને મળ્યો મહત્વનો હોદ્દો

Morning Break : બી.એસ.એફ ના આઇ.જી.તરીકે કોની થઈ નિયુક્તિ ? નામાંકિત બિલ્ડર ને મળ્યો મહત્વનો હોદ્દો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત બીએસએફના આઈજી તરીકે દિપક ડામોર ની નિયુક્તિ..2001ની બેચના આઇપીએસ અધિકારી દીપક ડામોર મૂળ ગુજરાતના રહેવાસી છે. તામિલનાડુ કેડરના આઇપીએસ અધિકારીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ.દિપક ડામોર અગાઉ ગુજરાત CBI માં પણ સેવા આપી ચૂક્યા છે.ગુજરાત બીએસએફમાં જેમનું નામ ચાલતું હતું તે રાજ્યના આઈપીએસ અધિકારી પિયુષ પટેલને ત્રિપુરાના આઈજી બનાવી દેવાયા.

ઇન્સ્ટિટયૂટ ઓફ ટાઉન પ્લાનિંગ ઇન્ડિયાના ચેરમેન તરીકે અમદાવાદના નામાંકિત બિલ્ડર એન કે પટેલ ચૂંટાયા..સન ગ્રુપના નામથી અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક પ્રોજેક્ટ બનાવનાર એન.કે પટેલ ઉપર થઈ રહી છે અભિનંદનની વર્ષા.દિલ્હી ખાતે યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતના બિલ્ડર મેદાન મારી ગયા..રાષ્ટ્રીય કક્ષાની બોડીમાં ગુજરાતના બિલ્ડરના આગમનથી રીયલ એસ્ટેટ ક્ષેત્રે આનંદની લાગણી