શું વાત છે....? વોટસએપે જુલાઈમાં ભારતમાં 72 લાખથી વધુ એકાઉન્ટસ પર પ્રતિબધં મુક્યો !

શું વાત છે....? વોટસએપે જુલાઈમાં ભારતમાં 72 લાખથી વધુ એકાઉન્ટસ પર પ્રતિબધં મુક્યો !

મો.ન્યુ.ફો.નેટવર્ક : મેટા-માલિકીની કંપની વોટસએપે ભારતના નવા આઈટી નિયમો ૨૦૨૧ના નિયમોને અનુસરીને આ એકાઉન્ટસને લોક કરી દીધા છે. વોટસએપે તેના માસિક રિપોર્ટમાં જણાવ્યું છે કે ૧થી ૩૧ જુલાઈની વચ્ચે કંપનીએ ૭૨,૨૮,૦૦૦ એકાઉન્ટસ પર પ્રતિબધં મૂકયો છે, જેમાંથી ૩૧,૦૮,૦૦૦ એકાઉન્ટસ કોઈપણ રિપોર્ટ વિના પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

ભારતમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટસએપેના દેશમાં ૫૦ કરોડથી વધુ વપરાશકર્તાઓ છે. કંપનીએ જણાવ્યું હતું કે જુલાઈમાં દેશમાં રેકોર્ડ ૧૧,૦૬૭ ફરિયાદ અહેવાલો પ્રા થયા હતા, જેમાંથી ૭૨ પર કાર્યવાહી કરવામાં આવી હતી. વોટસએપ એકાઉન્ટ પર કાર્યવાહીના આ અહેવાલો દર્શાવે છે કે વોટસએપે ફરિયાદોના આધારે કાર્યવાહી કરી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ હેટ સ્પીચ,ખોટી માહિતી અને ફેક ન્યુઝ ફેલાવવા માટે થાય છે. આ પ્રકારની સ્થિતિને ટાળવા માટે, સોશિયલ મીડિયા પ્લેટફોમ્ર્સે એકાઉન્ટ પર પ્રતિબધં જેવા પગલાં લેવા પડતા હોય છે. ભારત સરકારના આઈટી નિયમો અનુસાર, ૫૦ લાખથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા ડિજિટલ પ્લેટફોમ્ર્સ એ દર મહિને પ્રા ફરિયાદો અને તેના પર લેવાયેલી કાર્યવાહીની વિગતો આપતો અનુપાલન રિપોર્ટ સબમિટ કરવો જરી છે.