બોર્ડના વિદ્યાર્થીઓમાંથી એક્ઝામનો હાઉ દૂર કરવા અમદાવાદની શાળાઓમાં અનોખો પ્રયોગ, કરાયું વિશેષ આયોજન

બોર્ડના વિદ્યાર્થીઓમાંથી એક્ઝામનો હાઉ દૂર કરવા અમદાવાદની શાળાઓમાં અનોખો પ્રયોગ, કરાયું વિશેષ આયોજન

Mnf network:  અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે.

વિદ્યાર્થીઓ ભય મુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે. બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

શહેરની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડમાં જ્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતો હોય તેવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ થાય તે હેતુથી પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન ગત વર્ષથી જ અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે. ત્યારે ગયા વર્ષે પણ ખૂબ સારી સફળતા મળી હતી. જેના ભાગરૂપે પણ આ વર્ષે પણ અમદાવાદ શહેર સંકલન સમિતિ તેમજ અમદાવાદ ટીમ દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેરમાં આજથી કરવામાં આવેલું છે. આજે અમદાવાદની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આજે વિદ્યાર્થીઓનું પ્રથમ પ્રશ્નપત્ર છે.

જે સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી પ્રશ્નપત્ર આવે એટલે સારા પ્રશ્નપત્રનો પણ એમને અનુભવ થશે. જે શાળા કક્ષાએથી નહી પરંતું બહારથી જ આવતું હોય. જેવી રીતે બોર્ડનું પ્રશ્નપત્ર આવતું હોય. હોલ ટીકીટ પણ વિદ્યાર્થીઓની બોર્ડની જેમ જ કઢાવવામાં આવી છે.