ઊંઝા APMC ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી : સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરાયા

ઊંઝા APMC ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી : સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  મહેસાણા જિલ્લા મહિલા મોરચા દ્વારા ઊંઝા APMC ખાતે સુષ્મા સ્વરાજ એવોર્ડનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે આયોજન કરાયું હતું.

જેમાં પ્રદેશમંત્રી અને મહેસાણાના પ્રભારી શ્રદ્ધાબેન ઝા, પ્રદેશ ઉપપ્રમુખ અને કાર્યક્રમના ઇન્ચાર્જ પુષ્પાબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ આશાબેન પટેલ,   સહિત મહિલા મોરચા જિલ્લાની તથા તાલુકા અને શહેરની બહેનો જોડાઈ કાર્યક્રમ સફળ બનાવેલ.કાર્યક્રમમાં APMC ચેરમેન દિનેશભાઇ પટેલ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ જેમ કે , પ્રબુદ્ધ , સેવાકીય , શૈક્ષણિક , વ્યવસાય , સાહસી , સાંસ્કૃતિક , રમતગમત ક્ષેત્ર , એન.જી.ઓ. ચલાવતા , ડોક્ટર , વકીલ , શિક્ષક , સરકારી યોજનાઓ પર નોંધનીય કાર્યકર્તા , મનોરંજન ક્ષેત્ર , પત્રકારત્વ ક્ષેત્ર , સામાજીક સ્તર પર પ્રભાવ ધરાવતા પ્રતિષ્ઠિત બહેનોને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપવામાં આવે છે .