અમિતાભ બચ્ચને અયોધ્યામાં 14.5 કરોડ રૂપિયાનો આ પ્લોટ ખરીદ્યો હતો
Mnf network: અમિતાભ બચ્ચન જેટલા સારા અભિનેતા છે તેટલો જ બુદ્ધિશાળી રોકાણકાર પણ છે. અયોધ્યાની વધતી જતી માંગને સમજીને તેમણે ત્યાં જંગી રોકાણ કયુ છે. રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્સtha' સમારોહ પહેલા અમિતાભ બચ્ચને અયોધ્યામાં ઘર બનાવવા માટે ૧૪.૫ કરોડનો પ્લોટ ખરીધો છે, અમિતાભ બચ્ચને મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાના ૭ સ્ટાર એન્કલેવ ધ સરયૂમાં એક પ્લોટ ખરીધો હતો.
હાઉસ ઓફ અભિનંદન લોઢાએ અમિતાભ બચ્ચન વચ્ચેની લેવડ-દેવડથી પરિચિત લોકોને ટાંકીને માહિતી આપી છે કે બચ્ચન અંદાજે ૧૦,૦૦૦ સ્કવેર ફટનું ઘર બનાવશે અને તેની કિંમત ૧૪.૫ કરોડ પિયા છે. ૨૨ જાન્યુઆરીએ પ્રોજેકટ સરયૂનું ઉધ્ઘાટન થશે જે દિવસે રામ મંદિર 'પ્રાણ પ્રતિા' સમારોહ યોજાશે. સરયૂ પ્રોજેકટ ૫૧ એકરમાં ફેલાયેલો છે.
અભિનંદન લોઢાએ કહ્યું કે તેઓ બચ્ચનને સરયૂના પ્રથમ નાગરિક તરીકે આવકારે છે. આ પ્રોજેકટ રામ મંદિરથી લગભગ ૧૫ મિનિટ અને ઈન્ટરનેશનલ એરપોર્ટથી ૩૦ મિનિટ દૂર છે. આ એન્કલેવમાં બ્રુકફિલ્ડ ગ્રૂપના લીલા પેલેસ, હોટેલ્સ અને રિસોટર્સની ભાગીદારીમાં ફાઇવ સ્ટાર પેલેસ હોટેલ પણ હશે.