શરીરમાં લોહીની ઉણપ છે તો આ ઘરેલુ નુસખાથી વધારી શકો છો હિમોગ્લોબિનનું લેવલ

શરીરમાં લોહીની ઉણપ છે તો આ ઘરેલુ નુસખાથી વધારી શકો છો હિમોગ્લોબિનનું લેવલ

Mnf network: હિમોગ્લોબિન એટલે કે લોહીની ઉણપ એક સામાન્ય સમસ્યા છે, જે કોઈ પણ ઉંમરના લોકને અસર કરી શકે છે. લોહીમાં હિમોગ્લોબિનની ઉણપથી એનીમિયા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સંજોગોમાં કેટલાક સરળ ઘરેલુ ઉપાય લોહીની ઉણપને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે

મોરિંગાના પાંદડા

મોરિંગાના પાંદડા લોહીની ઉણપ અથવા એનીમિયામાં લાભદાયક હોઈ શકે છે. મોરિંગાના પાંદડામાં આયર્ન, વિટામીન સી અને ફોલિક એસિડ જેવા અનેક પોષક તત્વ જોવા મળે છે, જે હિમોગ્લોબિનના પ્રમાણને વધારવામાં મદદરૂપ બની શકે છે. મોરિંગના પાંદડાને સલાડ સ્વરૂપમાં ખાઈ શકાય છે અથવા તો ચટણીના સ્વરૂપમાં પણ લઈ શકાય છે. નિયમિતપણે મોરિંગાના પાંદડા ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી શકે છે અને લોહીની ઉણપ પણ દૂર કરી સકાય છે.

તલ ખાવાથી

તલમાં આયરન અને ફાઈબરનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં હોય છે, જે લોહીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. તલનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન લેવલ વધી શકે છે. એનીમિયા અથવા લોહી ધરાવતા લોકો નિયમિતપણે તલનું સેવન કરી શકે છે. એક ચમચી તલને દરરોજ રાત્રે પાણીમાં પલાડીને ખાવા અને સવાર તે પાણીને પણ પી લેવું. તેનાથી હિમોગ્લોબનનું પ્રમાણ વધશે. તલની ચટણી અથવા લાડુ પણ સેવન કરી શકાય છે. તલથી લોહીની ઉણપને પણ દૂર કરી શકાય છે.

તાંબાના વાસણમાં પાણી પીવું

તાંબાના વાસણમાં પાણી પીવાથી પણ એનીમિયા અથવા લોહીની ઉણપ દૂર કરવામાં લાભદાયક બને છે. તાંબાના વાસણમાંથી આયરનનું થોડુ પ્રમાણ પાણીમાં મિશ્રિત થાય છે. જે હિમોગ્લોબિન વધારવામાં મદદ મળે છે. દરરોજ સવારે ખાલી પેટ તાંબાના જગ, ગ્લાસ અથવા વાટકામાં પાણી પીવાની ટેવથી લોહીમાં લોહ તત્વ વધવા લાગે છે અને હિમોગ્લોબનું પ્રમાણ સામાન્ય થઈ જશે તથા એનીમિયામાં રાહત મળશે.