બોર્ડના પરીણામ સુધારવા શિક્ષણ વિભાગ શરૂ કરશે ખાસ પ્રકારનો પ્રોજેક્ટ
Mnf network : બે વર્ષથી બોર્ડના પરીણામો નબળા આવી રહ્યા છે અને છાત્રો પણ વધારે પડતા નાપાસ થઇ રહ્યા હોય શિક્ષણ અને બોર્ડના પરીણામને સુઘારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. મિશન સિધ્ધત્વ હેઠળ શિક્ષકોને પરીક્ષા માટે છાત્રોને કઇ રીતે તાલીમ આપી તે માટે માર્ગદર્શન આપવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા 17 અને 18 જાન્યુઆરીના રોજ શિક્ષકો માટે બે દિવસીય સેમિનાર યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરવા, કાઉન્સેલિંગ સત્રો યોજવા અને પ્રિલિમ્સ કેવી રીતે લેવા તે અંગે તાલીમ આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની પ્રક્રિયાને સમજી શકે.
આ સેમિનાર અગાઉના વર્ષોમાં 0 ટકા-20 ટકા અને 21 ટકા-40 ટકાના પાસિંગ દર ધરાવતી શાળાઓના શિક્ષકો માટે હશે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરવા માટે પોતાના નિષ્ણાતો અને એનજીઓ તરફથી એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમના સંપર્ક નંબરો શાળાઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે શેર કરવામાં આવ્યા .