ઉંઝા : આરોગ્ય મંત્રી સામે કાર્યકરોમાં રોષ : વિસનગરની જનતાએ નથી સ્વીકાર્યા એમને શું ઊંઝાની જનતા સ્વીકારશે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ઊંઝા વિધાનસભા સીટ પર 52 થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે. ત્યારે આટલી સંખ્યા નો આંકડો ઓછો હોય તેમ વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી એવા ઋષિકેશ પટેલે પણ ઊંઝા વિધાનસભા સીટ પર ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવતા ઊંઝા ના રાજકારણમાં ભડકો થયો છે અને ઊંઝાના ભાજપના કાર્યકરોમાં ઋષિકેશ પટેલ સામે રોષ ભભૂકી રહ્યો છે જેને લઈને સોશિયલ મીડિયામાં અવનવી કોમેન્ટો શરૂ થઈ ગઈ છે.
અત્રે નોંધનીય છે કે વિસનગર વિધાનસભા બેઠકમાં ચૌધરી સમાજમાં ઋષિકેશ પટેલ સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે તેથી ત્યાં ચૂંટણી આસાનીથી જીતી શકાય તેમ નથી.ત્યારે આ બેઠક પર હારનો ડર હોવાને લઈને ક્યાંક ને ક્યાંક ઋષિકેશ પટેલે ઊંઝા બેઠક પર દાવેદારી નોંધાવી હોવાનું ચર્ચા રહ્યું છે. પરંતુ બીજી તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે બે સીટો પર દાવેદારી નોંધાવીને ઋષિકેશ પટેલ ની રાજકીય ઈમેજ ખરડાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોશ્યલ મિડિયામાં આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ સામે સ્થાનિક કાર્યકરો દ્વારા રોષ પ્રગટ કરતી કોમેન્ટો શરૂ થઈ ગઈ છે જેમાં લખ્યું છે કે....
જે પોતાના વિસ્તારમાં નથી ચાલ્યા એ ઊંઝામાં શું ચાલશે ??
છેલ્લા ૩ ટર્મ એટલે કે ૧૫ વર્ષથી વિસનગરની સીટ પર ચૂંટાઈને આવતા ઋષીભાઇ પટેલને આજે ઊંઝા સીટ ઉપર એવી તો કેમ નજર બગાડવી પડી ???
જે પોતાના સ્થાનિક લોકોને નથી ન્યાય આપી શક્યા એ ઊંઝાની ભોળી પ્રજાને શું ન્યાય આપશે ??
જેમને વિસનગરની જનતાએ નથી સ્વીકાર્યા એમને શું ઊંઝાની જનતા સ્વીકારશે ???
કેબિનેટ મંત્રી હોવા છતાં વિસનગરમાં હાર ભાળી ગયેલા મંત્રી ને શું ઊંઝાની ભોળી જનતા સ્વીકારશે ????
અહીં તો વહીવટીમાં કુશળ, હોશિયાર અને બાહોશ સ્થાનિક જ ચાલશે.