સુરત : ટૌટે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, SMC કમિશ્નર, MLA ઝંખના પટેલ સહિતના આગેવાનોએ દરિયાઈ પટ્ટીના ગામોની મુલાકાત લીધી
વાવાઝોડાને પગલે સુરત મ્યુનિસિપલ તંત્ર એલર્ટ
દરિયા કિનારાના વિસ્તારોની લીધી મુલાકાત
લોકોને સ્થળાંતર કરવા કરી અપીલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : તાઉ-તે વાવાઝોડાની સામે અગમચેતીના ભાગરૂપે સુરતનું વહીવટી તંત્ર એક્શનમાં છે. આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, મેયર સહિતના આગેવાનોએ સુરત દરિયા કિનારાના વિસ્તારોની મુલાકાત લીધી હતી.લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે તંત્રને સૂચનાઓ આપી
સુરત જિલ્લાના હજીરા વિસ્તારના દરિયા કિનારાના ગામ લોકોની સુરક્ષા અને સલામતી માટે આજે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર, મેયર, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, અને ખાસ ફરજ પરના અધિકારી એમ.થેન્નારસને સુવાલી ગામ તથા સુવાલીબીચની મુલાકાત લઇને કાચા ઘરોમાં રહેતા લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા અંગે તંત્રને સૂચનાઓ આપી હતી.
સુવાલી ગામે કોમ્યુનિટી હોલ ખાતે સ્ટેન્ડ બાય રહેલી NDRFની ટીમને સતર્ક રહેવા તથા ગામના સરપંચ સહિતના લોકોને વાવાઝોડા દરમિયાન સલામતી માટેના ત્વરિત પગલા અને રેસ્ક્યૂ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. વાવાઝોડાની અસર દરિયાપટ્ટી વિસ્તારમાં થાય તે દરમિયાન લોકોનું સ્થળાંતર કરવામાં સાથ સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો.