શરીરમાં આ તકલીફ હોય તો કોફી પીતા સો વાર વિચારજો, નહીં તો..
Mnf network: સવારમાં ઉઠીને અનેક લોકોને કોફી પીવી ગમતી હોય છે. જે લોકો ચાની જગ્યાએ કોફી પીવે છે આમ, કોફી દરેક લોકો સારી સાબિત થતી નથી. વાત કરવામાં આવે તો કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ રહે છે. કોફી પીવાથી ડોપામાઇન લેવલ સારું થાય છે.
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખરાબ સાબિત થાય
તમને બ્લડ પ્રેશરને લઇને સમસ્યા છે તો ભૂલથી પણ કોફી પીશો નહીં. હાઇ બીપીના લોકો માટે કોફી ખરાબ સાબિત થઇ શકે છે. તમારું બીપી વધ-ઘટ થાય છે તો તમે કોફી પીવાનું ટાળો. આ સમયે કોફી પીવાથી બ્લડ પ્રેશર વધવાના ચાન્સિસ વધારે રહે છે. આ સાથે ઊંઘ પર પણ અસર પડે છે. આ કારણે ઇનસોમનિયાનું જોખમ વધી જાય છે. ઊંઘ ના આવવાને કારણે હાર્ટને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે.
ઓસ્ટીયોપોરોસીસ
જ્યારે હાડકાં નબળા થવા લાગે ત્યારે આ સ્થિતિમાં કોફી પીવાનું ટાળો. કોફી પીવાથી બોન માસની ડેન્સિટી ઓછી થવા લાગે છે જેના કારણે હાડકાંનું ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે. આમ, તમને હાડકાંને લઇને કોઇ તકલીફ છે તો તમે કોફી પીવાનું ટાળો.
પ્રેગનન્સી દરમિયાન કોફી ના પીઓ
પ્રેગનન્સી દરમિયાન મહિલાઓએ કોફી પીવી જોઇએ નહીં. પ્રેગનન્સીમાં કોફી પીવાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થાય છે. આ સમયે 200 મિલીગ્રામથી વધારે કોફી પીવાથી આ સમયે કબજિયાત જેવી તકલીફ પણ થઇ શકે છે.