સુરત : મ્યુનિસિપલ કમિશ્નરના એક નિર્ણયથી કર્મચારીઓમાં ફફડાટ : 26 વર્ષથી મહત્વના હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીને હટાવાતાં સૌ સ્તબ્ધ
26 વર્ષથી ફરજ બજાવતા મ્યુનિ.કમિ.ના પીએની બદલી
કમિ . કચેરીનું સંકલન કાર્યપાલક ઈજનેર કરશે
કમિ.ના પીએ ઝવેર પટેલને સ્મીમેરના ડીનના પીએ તરીકે મુકવામાં આવ્યા
કમિ.ના પીએ વિભાગના સંકલન માટે કાર્યપાલક ઈજનેર રૂપેશ શાહને જવાબદારી સોંપાઈ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સુરત મહાનગરપાલિકાના કમિશ્નર શાલીન અગ્રવાલે લીધેલા એક નિર્ણયથી પાલિકાના તમામ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવનીયુક્ત કમિશનર શાલીની અગ્રવાલ એ 26 વર્ષથી મ્યુનિસિપલ કમિશનરના પી.એ તરીકે ફરજ બજાવતા ઝવેર પટેલ અને એકાએક હટાવી દેતા સમગ્ર પાલિકાના કર્મચારીઓ અવાહક બની ગયા હતા.
જોકે ઝવેર પટેલને હટાવવા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક સમયથી મનપાના અધિકારીઓ તેમજ કોર્પોરેટરોનો એવો પણ સૂર હતો કે , ઝવેર પટેલ ઘણી ફાઈલો મનપા કમિશનર સુધી પહોંચાડવામાં વિલંબ કરતા હતા . તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિમાં પણ એક ફાઇલ મુદ્દે પુછપરછ થતા આ ફાઇલ કમિશનર સુધી પહોંચી જ નહીં હોવાનો ઘટસ્ફોટ થયો હતો . તેથી મનપા કમિશનર પણ અકળાયા હતા .
જો કે બીજી એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મોરબી દુર્ઘટના મામલે હેક થયેલ ઝવેર પટેલના ફેસબુક એકાઉન્ટમાંથી કોઈક દ્વારા મોરબી દુર્ઘટના મુદ્દે વડાપ્રધાન મોદી વિરૂધ્ધ કોઈ પોસ્ટ કરી હતી તેથી પણ કમિશનરની નારાજગીનો ભોગ બન્યા હોઇ શકે . ઉલ્લેખનીય છે કે ઝવેર પટેલ ના સ્થાને મ્યુનિસિપલ કમિશનરના પી.એ તરીકે નો ચાર્જ હવે રૂપેશ શાહ સાંભળશે જેઓ હાલમાં આરએસી તેમજ આરડીડી વિભાગનો કાર્યભાર સંભાળી રહ્યા છે . હવે કમિ . શાલિની અગ્રવાલ દ્વારા અધિકારીઓ સાથે કો - ઓર્ડિનેટ માટે કાર્યપાલક ઈજનેર રૂપેશ શાહને જવાબદારી સોંપવામાં આવી છે . પીએ તરીકે રૂપેશ શાહ સંકલન કરશે અને તેમની નીચે પણ અધિકારી - કર્મચારીઓ મુકવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે .
નોંધનીય છે કે, પાલિકામાં છેલ્લા 26 વર્ષથી મનપા કમિશનર ઓફીસમાં ફરજ બજાવતા અને ત્રીજા વર્ગના કલાર્ક - સ્ટેનોથી છેક મનપા કમિશનરના અંગત રહસ્ય સચીવના હોદ્દા સુધી પહોંચેલા ઝવેરભાઈ પટેલની મનપા કમિશ્નર દ્વારા અચાનક જ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડીનના પી.એ. પદે બદલી કરી દીધી હતી . મોડી રાત્રે થયેલા આદેશોમાં કાર્યપાલક ઈજનેર રૂપેશ શાહના હાથ નીચે એક્ઝિ . આસિ . અને ઈ . ચા . આસી . મ્યુનિ.કમિ . નિલેશ પટેલને મુકવામાં આવ્યા છે . નિલેશ પટેલે કમિ.ની દૈનિક મીટિંગનું શિડ્યુલ બનાવવાની સાથે ફાઈલોનું શોર્ટિંગ , સાઈટ વિઝિટ પ્લાનિંગ કરવાનું રહેશે . સાથે સાથે અલ્પેશ ચૌહાણ , ઉદયસિંહ જાદવ , વિમલ પટેલ તેમજ મનિષ પટેલને પણ મુકવામાં આવ્યા છે . આ તમામે કમિ.કચેરીમાં વિવિધ કામગીરી કરવાની રહેશે .