સુરત : મકર સક્રાંતિ ના દિવસે તાપી કિનારે સર્જાયો ગંગા ઘાટ જેવો માહોલ : તસવીરો જોઈ ધન્ય થઈ જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : બનારસ ગંગાતટે જે રીતે ગંગા માતાની આરતી થાય છે તે જ પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે તાપી માતાની આરતી કરવામાં આવી હતી. જેમાં પાંચ બ્રાહ્મણો દ્વારા આ મહા આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જન મંગલ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15 ઓકટોબર 2023 થી અવિરતપણે સાંજે 6.45 વાગે તાપી માતાની આરતી કરવામાં આવે છે.એમ ટ્રસ્ટ ના પ્રમુખ અવધેશ મિશ્રાજી એ જણાવ્યું હતું.
સુરત ની સમૃદ્ધિ એ તાપી માતા ના આશીર્વાદ
અત્રે નોંધનીય છે કે પુરાણોમાં પણ તાપી માતાનું ખૂબ જ મહાત્મય દર્શાવવામાં આવ્યું છે. તાપી માતા ને સૂર્યપુત્રી માનવામાં આવે છે. સુરત જેના કિનારે વસેલું છે એ સુરતની સમૃદ્ધિ માટે તાપી માતાના આશીર્વાદ હોવાનું મનાય છે.
જન મંગલ કલ્યાણ સેવા ટ્રસ્ટ 2013 થી દરરોજ કરે છે તાપી માતાની આરતી
લોકમાતા ગંગા જેટલું જ તાપી માતાનું મહત્વ છે. ત્યારે પ્રશાસન દ્વારા પણ દર વર્ષે તાપી માતાના પ્રાગટ્ય દિને મહા આરતી નું આયોજન કરવામાં આવે છે. પરંતુ જનમંગલ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા 2013 થી દરરોજ તાપી માતાની આરતી કરવામાં આવે છે.
આરતી થાય તે સ્થળે આસ પાસ ગંદકી નું સામ્રાજ્ય
અંબિકા નિકેતન મંદિર ની પાછળ આવેલ તાપી તટ પર દરરોજ સાંજે 6:45 કલાકે આરતી કરવામાં આવે છે. પણ દુઃખદ બાબતે છે કે જે આરતી નું આયોજન થાય છે એની આસપાસ નો વિસ્તાર ખૂબ જ ગંદકીથી ભરેલો છે. પ્રશાસન દ્વારા અહીંયા કોઈ ખાસ વ્યવસ્થા નથી. ત્યારે સ્વચ્છતા અભિયાન ના નામે ફોટા પડાવનારા નેતાઓએ એકવાર આ બાજુ પણ નજર કરવાની જરૂર છે.
પ્રશાસન સુવિધા આપે એવી લોક માંગણી
બીજી બાજુ તાપી માતાની દરરોજ આરતી કરવામાં આવે છે ત્યાં મહાનગર પાલિકા દ્વારા એક વ્યવસ્થિત ઘાટ તૈયાર કરવામાં આવે તો ખરેખર વધુમાં વધુ લોકો આ આરતીમાં જોડાઈને તેનો લાભ લઈ શકે છે. લોકમાતા તાપીના મહાત્મ્યને જીવંત રાખનાર જન મંગલ કલ્યાણ સેવા ટ્રસ્ટ ની પ્રતિદિન તાપી માતાની આરતી કરવાની સેવા એ ખરેખર સનાતન સંસ્કૃતિને જીવંત બનાવી રહી છે.