દુનિયાની એવી 4 જગ્યા, જ્યાં નથી અસ્ત થતો સુર્ય
Mnf network: આખું વિશ્વ અજાયબીથી ભરેલું છે. દુનિયામાં આવા અનેક રહસ્યો છે, જેને વિજ્ઞાન પણ શોધી શક્યું નથી. અહીં અમે તમને દુનિયાની એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સૂર્ય અસ્ત થતો જ નથી.
પૃથ્વી પર માત્ર એક જ નહીં પરંતુ આવી અનેક જગ્યાઓ છે, જ્યાં સૂર્ય ઉગ્યાના મહિનાઓ પછી અસ્ત થાય છે. જરા કલ્પના કરો કે જ્યાં સૂર્ય આથમતો નથી ત્યાં રાત અને સવારની કેવી રીતે ખબર પડતી હશે.જ્યાં મહિનાઓ સુધી સૂર્ય આથમતો નથી ત્યાં રહેવાનું કેવું લાગશે? તમને જણાવી દઈએ કે તેને લેન્ડ ઓફ ધ મિડનાઈટ સન જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે.
નોર્વે- આ યાદીમાં પહેલું નામ નોર્વેનું છે. અહીં લગભગ 76 દિવસ સુધી ક્યારેય સૂર્યાસ્ત થતો નથી. હેમરફેસ્ટ એ દેશના સૌથી ઉત્તરીય સ્થળોમાંનું એક છે, જ્યાં મે અને જુલાઈ વચ્ચે 76 દિવસ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે
આઈસલેન્ડ- આઈસલેન્ડનું નામ પણ તે જગ્યાઓ પર આવે છે જ્યાં સૂર્ય ઝડપથી અસ્ત થતો નથી. અહીં એક ખાસ વાત એ છે કે આઇસલેન્ડમાં એક પણ મચ્છર નથી. જે લોકો મચ્છરોથી પરેશાન છે તેઓ ઓછામાં ઓછા એક વખત આ સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરશે.
નુનાવુત, કેનેડા- કેનેડાના નુનાવુતમાં માત્ર 3000 લોકો રહે છે. આ સ્થળ આર્ક્ટિક સર્કલથી બે ડિગ્રી ઉપર આવેલું છે. તેની ગણતરી વિશ્વના સૌથી ઠંડા સ્થળોમાં થાય છે. તમને જણાવી દઈએ કે અહીં વર્ષમાં લગભગ બે મહિના સુધી સૂર્યાસ્ત થતો નથી. પરંતુ શિયાળામાં અહીં સતત 30 દિવસ સુધી અંધારું રહે છે.
સ્વીડન-વિશ્વની સૌથી સુંદર જગ્યામાં સ્વીડનનું નામ લેવામાં આવ્યું છે. અહીં મે મહિનાની શરૂઆતથી ઓગસ્ટના અંત સુધી રાત્રે 12:00 આસપાસ સૂર્ય આથમે છે. તે સવારે સાડા ચાર વાગે ફરી સુર્યોદય થઇ આવે છે. આ સ્થિતી 6 મહિના સુધી ચાલે છે