સુરતની આ સ્કૂલે વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે અભિરુચિ વધારવા અપનાવ્યો જોરદાર પ્રયોગ, જાણીને અન્ય સ્કૂલોને મળશે પ્રેરણા

સુરતની આ સ્કૂલે વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે અભિરુચિ વધારવા અપનાવ્યો જોરદાર પ્રયોગ, જાણીને અન્ય સ્કૂલોને મળશે પ્રેરણા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : છેલ્લા બે વર્ષથી કોરોનાને પરિણામે શાળાઓમાં શિક્ષણનું સ્તર ક્યાંકને ક્યાંક કથળ્યું તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માં વાંચનની ક્ષમતા ઘટી હોવાના અહેવાલો બહાર આવ્યા છે. ત્યારે હવે કોરોનાની અસર ધીમી પડતા ફરીથી શાળા અને કોલેજો જ્યારે ધમધમવા લાગી છે ત્યારે વિદ્યાર્થીઓની વાંચન પ્રત્યેની અભિરૂચિ જળવાઈ રહે તે માટે સુરતની એક સ્કૂલ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે ઓનલાઇન એજ્યુકેશન અપાતા વિદ્યાર્થીઓને વાંચવાની આદત છૂટી ગઈ હતી. જેથી વિદ્યાર્થીઓને ફરી વાંચવાની આદત પડે એ માટે સુરતની પુણાની એલ. પી. ડી. પટેલ સાર્વજનિક વિદ્યાલયે સમૂહ વાંચન નો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં ધો. 9થી 12ના 950 જેટલા વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે સ્કૂલના કેમ્પસમાં બેસાડીને બે કલાકનું વાંચન કરાવવાનું શરૂ કર્યું છે એમ એલ. પી. ડી સ્કૂલના પ્રિન્સિપાલ વિજય પટેલે મીડિયાને જણાવ્યું હતુ.