Exclusive : ગુજરાત ભાજપના 9 નેતાઓની હકાલપટ્ટી થી ખળભળાટ

Exclusive : ગુજરાત ભાજપના 9 નેતાઓની હકાલપટ્ટી થી ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : બહુચર માતાજીના મંદિરના વહીવટમાં મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રચાયેલી 11 સભ્યોની કમિટીમાં 6 સરકારી અને 11 બિનસરકારી સભ્યોનો સમાવેશ કરાયો હતો. નવા ટ્રસ્ટીમંડળમાં પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, બલવંતસિંહ રાજપૂત, બહુચરાજીના કિરીટ દેવગઢ, રાકેશ સોની અને સુખાજી ઠાકોરનો સમાવેશ કરાયો હતો. જૂના ટ્રસ્ટી મંડળમાંથી માત્ર સંદીપ શેઠ રિપીટ થયા હતા.ત્યારે એકાએક બહુચરાજી ટ્રસ્ટમાંથી ભાજપના 9 નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવતા મીડિયા રિપોર્ટથી ખળભળાટ મચી ગયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે સરકાર ફરીવાર ધમધમી રહી છે. ત્યારે ભાજપના ચાર નેતાઓના અચાનક રાજીનામાં લઈ લેવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપના ચાર મોટા કાર્યકરોના રાજીનામાની ચર્ચા છેક દિલ્હી સુધી પહોંચી છે. અંબાજી, સોમનાથ અને બહુચરાજી મંદિર ટ્રસ્ટમાંથી થોડા સમય પહેલાં જ ભાજપના 11 નેતાઓની ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જેમાંથી ચૂંટણી પહેલાં બે નેતાઓએ રાજીનામું આપ્યું હતું. પરંતુ એવું તો શું થયું કે બાકીના 9 નેતાઓના ગયા અઠવાડિયે અચાનક રાજીનામાં લઈ લેવામાં આવ્યાં અને આ બાબત છેક વડાપ્રધાન સુધી પહોંચી છે. લોકોમાં એ વાત ચર્ચાઈ રહી છે કે, એવું તો શું થયું તે આ ટ્રસ્ટમાંથી કેટલાક નેતાઓના રાજીનામા લઈ લેવાયા અને મામલો છેક પીએમઓ સુધી પહોંચ્યો. આ અંગે એક પણ ભાજપના નેતા બોલવા તૈયાર નથી. 

બીજી બાજુ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, હાઈકમાન્ડનો ઓર્ડર હોવાથી ભાજપના એક પણ નેતા આ અંગે બોલવા માટે તૈયાર નથી. મીડિયા સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, વડાપ્રધાન કાર્યાલયને કેટલીક ગંભીર બાબતે ધ્યાને આવતાં આ નેતાઓના રાજીનામાં લેવાયા છે –

  • જયશ્રીબેન કે. પટેલ 
  • ડો.જયેશભાઇ બી. મોદી
  • શૈલેષભાઇ હરગોવનભાઇ ઠક્કર 
  • કિરીટભાઈ ડાહ્યાભાઇ પટેલ
  • ડૉ. યજ્ઞેશભાઇ જગદીશચંદ્ર દવે
  • જીતેન્દ્રભાઈ એસ.મોદી 
  • સંદિપકુમાર કુમુદચંદ્ર શેઠ
  • રાજકુમાર કાનજીભાઇ પટેલ
  • રાકેશભાઇ દશરથભાઇ સોની
  • સુખાજી સોમાજી ઠાકોર (ચૂંટણી પહેલા રાજીનામું)
  • બળવંતસિંહ રાજપૂત (ચૂંટણી પહેલા રાજીનામું)