મહેસાણા : વાયરલ ઓડિયો ક્લિપો થી ભાજપમાં ભૂકંપ : શું જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર નું લેવાશે રાજીનામું ? ચર્ચાતો સવાલ

મહેસાણા : વાયરલ ઓડિયો ક્લિપો થી ભાજપમાં ભૂકંપ : શું જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર નું લેવાશે રાજીનામું ? ચર્ચાતો સવાલ

મહેસાણા જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદ 

એક પછી એક ઓડિયો ક્લિપ વાયરલ થતા મચ્યો ખળભળાટ 

જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોરની સંગઠન પ્રત્યેની ઉદાસીનતા 

સમગ્ર જિલ્લામાં ભાજપમાં અંદરો અંદર છે ભારે અસંતોષ 

જિલ્લા ભાજપ પ્રમુખ પક્ષના નામે માત્ર પોતાનો રાજકીય રોટલો શેકવામાં જ ધ્યાન આપી રહ્યા છે 

જો આમને આમ ચાલ્યા કરશે તો આવનારી ચૂંટણીમાં ભાજપને થઈ શકે છે મોટું નુકસાન

રાજગોર ને હોદ્દા પરથી હટાવવા એ જ ભાજપ માટે હિતાવહ હોવાની ચર્ચા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ પોતાનો રાજકીય રોટલો શેકવામાં વ્યસ્ત 

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પંચાલ પણ સંગઠન પ્રત્યે બેદરકાર હોવાની કાર્યકરોમાં ચર્ચા 

સી આર પાટીલ જેવી કાર્યદક્ષતા વર્તમાન ભાજપ પ્રદેશ પ્રમુખ માં ન હોવાની ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના) : મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય માહોલ ગરમાયો હોવાનું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી વિવિધ ઓડિયો ક્લિપિંગ બાદ ભાજપ સંગઠનની અંદર રહેલો અસંતોષ હવે ધીમે ધીમે સપાટી પર આવી રહ્યો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વાયરલ થયેલી ઓડિયો ક્લિપિંગમાં ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમનો ઉલ્લેખ થતા સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. એક બાદ એક ઓડિયો ક્લિપિંગ સામે આવતા મહેસાણા ભાજપ સંગઠનમાં હડકંપ મચ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જિલ્લા ભાજપ સંગઠનમાં ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ કાર્યકરો વચ્ચે અંદરખાને અસંતોષ હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી, જે હવે બહાર આવતી દેખાઈ રહી છે.

બીજી તરફ મહેસાણા શહેર મહાનગરપાલિકા બનતા હવે આવનાર સમયમાં શહેર ભાજપ પ્રમુખની વરણી થવાની શક્યતા છે. જેને લઈને પણ અનેક રાજકીય અટકળો તેજ બની છે. શહેર પ્રમુખની નિમણૂક બાદ હાલના જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર યથાવત રહેશે કે પછી સંગઠનમાં ફેરફાર થશે તે મુદ્દે પણ ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના આંતરિક અસંતોષને સંભાળવામાં જિલ્લા સંગઠન કેટલું સફળ રહ્યું છે તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જિલ્લા પ્રમુખના પદને લઈને પણ અનેક પ્રકારની અટકળોએ જોર પકડ્યું છે.

જોકે સમગ્ર મામલે ભાજપ સંગઠન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ ઓડિયો ક્લિપિંગ બાદ મહેસાણા જિલ્લાનું રાજકારણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.