ઊંઝા : વચન, વિશ્વાસ અને વિશ્વાસઘાત ! ..... તો નગર પાલિકા ની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા હોત !
ધારાસભ્ય એ આંટા સમાજના ખભા ઉપર બંદૂક મૂકી પોતાનો રાજકીય રોટલો શેકી નાખ્યો
ધારાસભ્ય એ સમાજના પ્રતિનિધિઓને મહત્વના પદો આપવામાં આવશે એવું મૌખિક વચન આપી સમાજમાંથી વિશ્વાસ કેળવ્યો અને છેવટે યોગ્ય નેતૃત્વ નહીં આપી કર્યો વિશ્વાસઘાત
વચન , વિશ્વાસ અને વિશ્વાસઘાત ની ધારાસભ્યની આ રાજકીય ચાલ ખુલ્લી પડી જતા કાર્યકરોમાં પણ અંદરખાને છુપો રોષ
શહેર પ્રમુખ સામે પણ સમાજમાં ભારે આક્રોશ સાથે અસંતોષ
ધારાસભ્ય સમગ્ર દોષનો ટોપલો ઉપરના નેતૃત્વ ઉપર ઢોળીને જવાબદારીમાંથી છટકવાનો કરી રહ્યા છે પ્રયત્ન
પોતાની નજીક રહેલા લોકોની જ રાજકીય પાંખો કાપી નાખવામાં ધારાસભ્ય છે માહેર
ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પણ ધારાસભ્ય એ નજીકના જ વ્યક્તિની રાજકીય પાંખો કપાતા ધૃતરાષ્ટ્રની જેમ જોતા રહ્યા હતા
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ પદોની વરણીને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. પદોની ફાળવણીમાં આંટા સમાજની અવગણના થઈ હોવાના આક્ષેપો વચ્ચે સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને સમગ્ર મુદ્દો હવે શહેરમાં “ટોક ઓફ ધ ટાઉન” બન્યો છે.
સૂત્રો મુજબ, નગરપાલિકાની 22 બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા અને તેમાં આંટા સમાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. નગરપાલિકા સમરસ બને અને ચૂંટણી ટળે તે માટે સમાજે ઉદારતા દાખવી સહમતીનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ હવે પદોની વરણીમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યું હોવાના આક્ષેપો ઉઠતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.
સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ પણ તેજ બની છે કે જો વાસ્તવિક ચૂંટણી યોજાઈ હોત તો ભાજપ માટે બહુમતી મેળવવી સરળ ન હોત અને અપક્ષ ઉમેદવારો વધુ મજબૂત સ્થિતિમાં આવી શક્યા હોત. આ દાવાઓ વચ્ચે હવે નગરપાલિકાની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા થવાની ચર્ચા પણ શરૂ થઈ છે.
સમાજના આગેવાનો અને કાર્યકરોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય હલચલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સૌની નજર એ બાબત પર છે કે પક્ષ અને નેતૃત્વ આ અસંતોષને કેવી રીતે શાંત કરે છે અને સમાજને મનાવવા માટે શું પગલાં લે છે.