લ્યો બોલો ! પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરમાં ભાજપના નેતાની રજૂઆતો ભાજપના સત્તાધીશો જ સાંભળતા નથી !
વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ થયેલી વડનગર નગરીમાં પાણી પાણીના પોકારો
દર આંતરા દિવસે પાણી મળતું હોવાની રાવ
વડનગર પાલિકાના ભાજપના નગરસેવક ની રજૂઆત પ્રત્યે સત્તાધીશોના આ ખાડા કાન
પ્રધાનમંત્રી ના વતનમાં પાણીની જ સુવિધા નો અભાવ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા/વડનગર : ગુજરાતમાં 156 સીટ નો ઇતિહાસિક રેકોર્ડ બનાવવાનો શ્રેય જેના નામે છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું વતન વડનગર જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને પાણીની સમસ્યાને લઈને અહીં ભાજપના જ શાસકો ભાજપના જન પ્રતિનિધિઓની રજૂઆતોની ટાળી રહ્યા છે અને જનતાની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના નગરસેવક મનીષભાઈ દ્વારા લોકોને પાણી નહીં મળતો હોવાની ફરિયાદ વારંવાર નગરપાલિકાના સત્તાધીશોને કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકાના સત્તાધીશો જાણે પોતાને પ્રધાનમંત્રી કરતા પણ વધારે પાવરફુલ સમજતા હોય તેમ આ જન પ્રતિનિધિઓની રજૂઆતો પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.
વડનગરમાં ચાર દિવસ થી પાણી આવતું નથી અને પાણીનો બોર પણ નથી . શહેરમાં આંતરા દિવસે પાણી મળતાં લોકો પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે . જોકે આ બાબતે નગરસેવક મનીષભાઈ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે કે ઝડપથી બોર બનાવવામાં આવે. પરંતુ નગરપાલિકાના સત્તાધિશો નગરસેવકની રજૂઆત ને ધ્યાનમાં ન લેતા હોય તેમ હજુ સુધી આ બાબતે બેદરકાર રહયા છે. બીજી બાજુ વડનગર નો સમાવેશ વર્લ્ડ હેરિટેજમાં કરવામાં આવ્યો છે પરંતુ આ વર્લ્ડ હેરિટેજ માં સમાવિષ્ટ થયેલી વડનગર નગરીને નગરપાલિકાના સત્તાધીશો જ પાણી મુદ્દે બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું ચિત્ર ખડું થયું છે.