ઊંઝા : ભાજપને જ ભાજપ પર ભરોસો નથી ? શહેર ભાજપ નેતાએ પાલિકાના વિવાદને કોના ઈશારે છંછેડયો ? જાણો
ઊંઝા શહરે ભાજપ સંગઠન ના કેટલાક નેતાઓને શુ નગર પાલિકાના ભાજપના શાસકો પર ભરોસો નથી રહ્યો ?
ઊંઝા ભાજપ સંગઠનના કેટલાક લોકો કોના ઈશારે કામ કરી રહ્યા છે ?
શહેર ભાજપ ઉપ પ્રમુખે નગર પાલિકાના વિવાદને શમાવવા ને બદલે બળતામાં ઘી હોમ્યુ ! કોના ઈશારે ?
ધારાસભ્ય ની સંગઠન પર કેટલી પકડ ? નગરપાલિકાને વિવાદોમાં રાખવા પાછળ કયા નેતાને રસ છે ?
ધારાસભ્ય શુ ખરેખર આ બાબતે છે નિષ્ક્રિય ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : સમય અગાઉ ઊંઝા હાઇવે પર ડો.બાબા સાહેબ ની પ્રતિમા પાસે નિર્માણ કરાયેલ 30.5 મીટર ઊંચાઈના રાષ્ટ્રધ્વજ ના પોલને લઈ ને નગર પાલિકા વિવાદમાં આવી છે. ત્યારે ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકા પાસે ઊંઝા શહેર ભાજપના ઉપપ્રમુખે પણ પોલ અંગેની માહિતી માગતાં સમગ્ર કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા શહેર ભાજપ ઉપપ્રમુખ જયંતીલાલ હરગોવિંદદાસ પટેલે ( કાર્યકર ) ઊંઝા નગરપાલિકા પાસે રાષ્ટ્રધ્વજ ના પોલ ના ખર્ચ બાબતની વિગતો માગતા ઊંઝા ભાજપમાં અંદરો અંદરનું રાજકારણ ગરમાયું છે. 4 ફેબ્રુઆરીના રોજ પોલના ખર્ચને લઈને વિવાદનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયો હતો. ત્યારબાદ ભાજપના આ નેતાએ ઊંઝા નગરપાલિકા પાસે ચાર ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રધ્વજ ના પોલના ખર્ચ અંગેની વિગતો માગી છે.
ત્યારે સવાલ એ થાય છે કે નગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે ભાજપના જ આ નેતાએ રાષ્ટ્રધ્વજ ના પોલ અંગેના ખર્ચની વિગતો માંગવાની શું જરૂર પડી ? બીજી બાજુ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના આ નેતાએ ભાજપ શાસિત નગરપાલિકાની કામગીરી સામે ક્યાંક અને ક્યાંક આડકતરી રીતે સવાલો ઉઠાવ્યા છે, ત્યારે શું ભાજપ ને જ ભાજપ પર ભરોસો નથી રહ્યો ?
અત્રે નોંધનીય છે કે ઘણા વર્ષો ઊંઝાનો પૂર્વ ધારાસભ્ય સ્વ આશાબેન પટેલના નેતૃત્વમાં ઊંઝા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું.પણ જો કે હાલમાં ઊંઝા ભાજપમાં ક્યાંક ને ક્યાંક મતભેદ કે મન ભેદની તિરાડો હોવાનું પણ ઘણી વખત બહાર આવ્યું છે. બીજી બાજુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઊંઝા ભાજપ સંગઠનમાં ક્યાંક ને ક્યાંક બધું સમસુતરું ચાલી રહ્યું નથી.