વિસનગર : કાંસા ગામે ઉમિયા માતાજીની રજત જયંતી અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (રાકેશ રાવલ - વિસનગર ) : મહેસાણાના જિલ્લા ના વિસનગર તાલુકાના નજીક ના કાંસા ગામમાં બિરાજમાન કુળદેવી શ્રી ઉમિયા માતાજી ના મંદિરમાં ભવ્ય યાદગાર દ્વી દિવસીય રજત જયંતિ મહોત્સવ તેમજ શ્રી ઊમેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગે ચંગે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.આ બે દિવસના કાર્યક્રમમાં સમગ્ર કાંસા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રજત જયંતિ મહોત્સવમાં ગામની તમામ સમાજની દીકરીઓને તેડાવી તેમને યાદગીરી રૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે નવચડી યજ્ઞના મુખ્ય યજમાન અને સમગ્ર મહોત્સવના ભોજનદાતા તરીકે કાંસા ગામના દાતા શ્રી એવા અમૃત એન્જિનિયરિંગ ગ્રુપ પરિવારે લાભ લીધો હતો.
વિસનગરના નજીક ના કાંસા ગામમાં પાટીદાર સમાજના કુળદેવી માં ઉમાના રજત જયંતિ મહોત્સવની શનિવાર અને રવિવાર એમ બે દિવસ ધામધૂમથી ઉત્સાહ પૂર્વક રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના દરેક સમાજના ભાઈ બહેનો અને ગામની દીકરીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગામમાં ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.ઉમિયા માતા મંદિરના રજત જયંતિ મહોત્સવમાં ગામના દાતાઓ અને વડીલો અને યુવાનોએ તન, મન અને ધનથી સુંદર આયોજન કર્યું હતું.જેમાં ગામની કોઈ દીકરી રહી ના જાય તેની આયોજકો દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી.ત્યારે ગામની દીકરીઓએ ગામમાં શોભા વધારતી હોય તેમ કુળદેવી માં ઉમિયાના મહોત્સવમાં હાજરી આપતા ગામના પાટીદાર સમાજ સહિત દરેક સમાજના ભાઈ બહેનોને આશિષ આપતા હોય તેવો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો.
નવચંડી યજ્ઞ ના આચાર્ય પદે કાંસા ગામના વિદ્વાન જ્યોતિષાચયૅ શ્રી મહેન્દ્રભાઈ જોશી.. શ્રી યોગેશભાઈ પી જોશી..શ્રી ચિરાગ ભાઈ આર જોશી..અને શ્રી ઉમેશભાઈ એન જોશી ભગત સહિત મોટી સંખ્યામાં બ્રાહ્મણો એ યજમાનો ને પૂજા અર્ચના કરાવી હતી. પ્રસંગે ગામના નવદંપતીઓએ 71 કુંડી નવચંડી હવનમાં રંગબેરંગે વિવિધ પોશાક સાથે સજ્જ થઈ ગામની માં ઉમાની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. ગામના યુવાનોએ અખંડની ઊર્જા ઉમિયાના દર્શન કરી તેના આશીર્વાદ લીધા હતા.ગામની દીકરી ખાલી હાથ આવે આવે પરંતુ ખાલી હાથ ન જાય તે માટે ગામની ઉમિયા જેવી દીકરીઓને આકર્ષક ભેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.આમ માં ઉમિયાનો દ્વિ દિવસીય મહોત્સવ ગામમાં એક સ્મૃતિચિન્હની જેમ યાદગાર બન્યો હતો.