ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારમાં લાગ્યા બેનરો : ' મુખ્યમંત્રી રાજીનામુ આપો ' , રાજકારણ ગરમાયુ

ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારમાં લાગ્યા બેનરો : ' મુખ્યમંત્રી રાજીનામુ આપો ' ,  રાજકારણ ગરમાયુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,અમદાવાદ : કોરોના કાળમાં ગુજરાતમાં લોકોને આરોગ્યલક્ષી સગવડો આપવામાં રૂપાણી સરકાર ક્યાંકને ક્યાંક નિષ્ફળ નીવડી હોય એવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. કારણ કે ભાજપના જ ધારાસભ્ય હાલની આ સ્થિતિમાં લોકોની વચ્ચે જવાનું ટાળી રહ્યા છે. કારણ કે તેમને પણ ક્યાંક ટપલીદાવ થવાનો ભય રહેલો છે એવું મીડિયાના અહેવાલો માં જાણવા મળ્યું હતું. ત્યારે સરકારની આ નિષ્ફળતાને લઈને હવે મુખ્યમંત્રી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જોકે અમદાવાદના એક વિસ્તારમાં ' મુખ્યમંત્રી રાજીનામું આપો ' એવા બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના નરોડા વિધાનસભા વિસ્તારમાં કેટલાક કોમ્પલેક્સમાં લાલ રંગના બેનરો લાગ્યા છે. જેમાં મુખ્યમંત્રી રાજીનામું આપો એવું લખાણ લખવામાં આવ્યું છે. આ પ્રકારના બેનરો થી જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ છે. રાજકારણ ગરમાયું છે. કેટલાક લોકોએ તેમના ફેસબુક પેજ ઉપર પણ આ બેનરો ના ફોટા અપલોડ કર્યા છે. જેને લઈને સોશિયલ મીડિયામાં પણ હવે જાતજાતની કોમેન્ટો શરૂ થઇ છે. અત્રે નોંધનીય છે કે નરોડા વિધાનસભાને ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે આ પ્રકારના બેનરો કોને લગાવ્યા ? શા માટે લગાવ્યા ? તેને લઈને તપાસ થાય તો જ માહિતી બહાર આવી શકે છે.