ઊંઝામાં ભારત બંધના એલાનને નબળો પ્રતિસાદ : બજારો ધમધમતાં રહ્યાં, જુઓ વિડીયો

ઊંઝામાં ભારત બંધના એલાનને નબળો પ્રતિસાદ : બજારો ધમધમતાં રહ્યાં, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  કેન્દ્રીય કૃષિ સુધારા કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને વેપારી મથક ઊંઝામાં નબળો પ્રતિસાદ મળ્યો હતો. ઊંઝામાં આજે દિવસ દરમિયાન સંપૂર્ણ બજારો ધમધમતા રહ્યા હતા. અને દરરોજની જેમ લોકોની અવરજવર પણ સતત ચાલુ જોવા હતી.

એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ ચાલુ રાખવાની ગઈ કાલે જ જાહેરાત કરવામાં આવી હતી. જોકે આજે ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારી પેઢીઓ ખૂલેલી જોવા મળી હતી. તો વળી ઊંઝા ના બજારોમાં દુકાનો સંપૂર્ણ ખુલ્લી હતી. ખરીદી કરવા માટે લોકોની ભીડ પણ જોવા મળી હતી. ત્યારે કહી શકાય કે ભારત બંધના એલાનને ઊંઝા માંથી નબળો પ્રતિસાદ મળ્યો હતો. વળી ઊંઝામાં ઠેર ઠેર પોલીસ સ્ટાફ પણ તૈનાત જોવા મળ્યો હતો.

જુઓ વિડીયો….