બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છતાં યુપીઆઈ ની મદદથી ચુકવણી
Mnf network : આજના સમયમાં દરેક વ્યક્તિને UPI કરવાનું પસંદ છે. UPI દ્વારા ગમે ત્યારે, ગમે ત્યાં સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. ડિજિટલ પેમેન્ટ કરવાની આ એક ખૂબ જ લોકપ્રિય મોબાઇલ પેમેન્ટ પદ્ધતિ છે. લોકોની સુવિધા માટે તેમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. હવે આ નવી સુવિધાઓ દ્વારા ચૂકવણી ખૂબ જ સરળતાથી કરવામાં આવે છે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ UPI સેવા પર ક્રેડિટ લાઇન શરૂ કરવાની જાહેરાત કરી હતી.