'કેટ' માટે રેકોર્ડબ્રેક 3.3 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન : નવેમ્બરમાં પરીક્ષા
Mnf network: કોરોનાના ખાત્મા બાદ પ્રથમ વખત દેશમાં રેકોર્ડ સંખ્યામાં કેટ (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) માટે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. ચાલુ વર્ષે 3.3 લાખ છાત્રોએ નોંધણી કરાવી છે. આઈઆઈએમ તથા અન્ય બિઝનેસ સ્કુલમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફરજીયાત છે. ગત વર્ષે 2.5 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. હવે ચાલુ વર્ષે 26 નવેમ્બરે યોજાનારી પરીક્ષા માટે 3.3 લાખનુ રજીસ્ટ્રેશન થયુ છે.
કેટ'ના ક્ધવીનર પ્રો. સંજીતસિંઘે કહ્યું હતું કે એક જ વર્ષમાં પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકાનો રેકોર્ડબ્રેક વધારો થયો છે.
1977ની 'કેટ' લેવાય છે. પરંતુ કયારેય આંકડો 3 લાખથી વધ્યો નથી. આઈઆઈએમ તથા મેનેજમેન્ટ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓના વધતા રસનું પ્રતિબિંબ પડે છે. ઉપરાંત ટાયર-ટુ સીટી (નાના શહેરો)ને પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. કેટ માટે નોંધાયેલા 3.3 લાખ ઉમેદવારોમાંથી 1.17 લાખ અર્થાત 38 ટકા વિદ્યાર્થીની છે તેમાં 3 ટકાનો વધારો છે.