સુરત : ભાજપ મહિલા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ બહેનોનો સન્માન કાર્યક્રમ યોજાયો

સુરત : ભાજપ મહિલા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ બહેનોનો સન્માન કાર્યક્રમ યોજાયો
 મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા સુરત દ્વારા કોરોના વોરિયર્સ બહેનોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વિમેર હોસ્પિટલ , ન્યુ સિવિલ હોસ્પિટલ અને અટલ સંવેદના ના મહીલા  ડૉક્ટર તથા એમની ટીમ નો મહીલા મોરચા દ્વારા બહુમાન કર્યું.તેમજ પત્રકાર બહેનો અને પૂર્વ મહીલા મેયરશ્રીઓ નો સન્માન કરવામાં આવ્યું હતું.
 જેમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી કિશોરભાઈ બિંદલ ,મહીલા મોરચાનાં પ્રમુખ ગીતાબેન રામાણી મહામંત્રી માયા બેન બારડ,ઉર્વશી બેન પટેલ અને સુરત શહેરના મહિલા મોરચાનાની   ટીમ , શહેર સંઘઠન ટીમ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા બેન પાટીલ, ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના બેન પટેલ, પ્રદેશ મહીલા મોરચા મહામંત્રી હેમાલી બેન બોઘાવાલા, દરેક વોર્ડ ની કોર્પોરેટર તથા પ્રમુખ,મહામંત્રી અને કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.