ક્રિકેટર નથી તેમ છતા ક્રિકેટની દુનિયામાં તમે બનાવી શકો છો કરિયર, મળશે લાખોની સેલેરી

ક્રિકેટર નથી તેમ છતા ક્રિકેટની દુનિયામાં તમે બનાવી શકો છો કરિયર, મળશે લાખોની સેલેરી

Mnf net work :વીરાટ કોહલી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓને જોઈને આજે નાના બાળકથી લઈને યુવાન સુધી તમામ લોકો ક્રિકેટમાં કરિયર બનાવવાનું સપનું જોતા હોય છે. જોકે હજારોની ભીડમાંથી માંડ 50 મહેનતી યુવાન સારા ક્રિકેટર બનીને ઉભરી આવે છે અને ભવિષ્યમાં લાખોની કમાણી કરે છે. પણ ક્રિકેટનું મેદાન માત્ર ક્રિકેટર્સ માટે જ નથી. ક્રિકેટ સાથે અન્ય કેટલાક રસપ્રદ પદ છે જેમાં ક્રિકેટપ્રેમી પોતાનું કરિયર બનાવી શકે છે

ક્રિકેટના મેદાન પર આખી મેચને નિયમ પ્રમાણે કોઈપણ અન્યાય વગર પૂર્ણ કરવાની જવાબદારી મેચ અમ્પાયર પર હોય છે. જ્યારે આઈસીસીના કોટ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન ન થાય તે સુનિશ્વિત કરવાની જવાબદારી મેચ રેફરીની હોય છે. આંતરરાષ્ટ્રીય મેચ સહિત આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં પણ અમ્પાયરિંગ કરીને લાખોની કમાણી કરી શકાય છે. 

ક્રિકેટમાંથી નિવૃત થયેલા ઘણા ક્રિકેટર્સ કોમેન્ટ્રી કરવાનું પસંદ કરતા હોય છે.દિગ્ગ્જ ક્રિકેટરોને એક સિઝનની 2થી 4 કરોડ સુધીની સેલેરી મળે છે. જ્યારે ડેબ્યૂ કરી રહેલા કોમેન્ટેટરની 50 લાખ સેલેરી શરુ થાય છે.

પિચની સ્થિતિ અને પિચથી કયા પ્રકારના બોલરોને ફાયદો થશે જેવા પ્રશ્નોના જવાબ પિચ ક્યુરેટર દ્વારા આપવામાં આવે છે. ક્રિકેટ પીચ તૈયાર કરવા માટે એકમાત્ર ક્યુરેટર જવાબદાર છે. પિચ ક્યુરેટરની સેલેરી 35 હજારથી 70 હજાર સુધીની હોય છે.

  વીડિયોનું એનાલિસિસ કરીને તમે બોલર અને બેટ્સમેનની કમજોરીને નોટ કરીને ટીમને મદદ કરી શકો છો. આ કરિયર માટે તમારી પાસે તકનીકી શિક્ષાની સાથે ક્રિકેટની સમજ પણ હોવી જોઈએ. BCCIના સીનિયર વીડિયો એનાલિસ્ટને એક દિવસના 15 હજાર રુપિયાના હિસાબે સેલેરી મળે છે.

.