એલર્ટ / મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લામાં શા માટે રેમ ડેસીવર ઇન્જેક્શન પર પ્રતિબંધ મૂકાયો ? કારણ છે ચોંકાવનારું

એલર્ટ / મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લામાં શા માટે રેમ ડેસીવર ઇન્જેક્શન પર પ્રતિબંધ મૂકાયો ? કારણ છે ચોંકાવનારું

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   સમગ્ર દેશભરમાં રેમડેસિવિયર ઈન્જેક્શનને સંજીવની માનવામાં આવી રહ્યું છે ત્યારે આ ઈન્જેક્શન ખરીદવા માટે લોકોને લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. તેના માટે લોકોને તેની મૂળ કિંમત કરતા ક્યાંય વધારે રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. રાજ્ય સરકારો પણ રેમડેસિવિયરની અછતને દૂર કરવા પોતાની રીતે પ્રયાસો કરી રહી છે. આ બધાની વચ્ચે રેમડેસિવિયરને લઈને મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં 90 લોકોને રેમડેસિવિયરની સાઈડ ઈફેક્ટ થયાનો મામલો સામે આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, રાયગઢ જિલ્લામાં હેટેરો હેલ્થ કેર કંપનીના કોવિફોર ઈન્જેક્શનના 500 ડોઝ મોકલાયા હતા. આ દવાનો લગભગ 120 દર્દીઓ પર ઉપયોગ કરાયો હતો. તેમાં 90 દર્દીઓને સાઈડ ઈફેક્ટ થયાની વાત સામે આવી છે. ઈન્જેક્શન આપ્યા બાદ દર્દીઓને શરદી અને તાવની ફરિયાદ શરૂ થઈ છે. આટલી મોટી સંખ્યામાં દર્દીઓની ફરિયાદ બાદ એફડીએએ સમગ્ર સમગ્ર રાયગઢ જિલ્લામાં રેમડેસિવિયર ઈન્જેક્શનના ઉપયોગ પર રોક લગાવી દીધી છે.

જણાવી દઈએ કે, એમ્સ ઉપરાંત ઘણી મોટી હોસ્પિટલોના ડોક્ટરો અને કેન્દ્રીય આરોગ્ય વિભાગ પણ કહી ચૂક્યું છે કે રેમડેસિવિયરથી કોરોના દર્દીઓને ફાયદો થશે જ એ જરૂરી નથી. તેમ છતાં દેશમાં આ ઈન્જેક્શનની માગ વધી જ રહી છે.અત્યાર સુધીમાં કોરોના સંક્રમણની સારવારમાં રેમડેસિવિયર ઈન્જેક્શન ઘણું પ્રભાવી સાબિત થઈ રહ્યું હતું. આ ઘટના બાદ હવે તેના ઉપયોગ સામે સવાલ ઊભા થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી દેશભરમાંથી રેમડેસિવિયરના કાળાબજારની ઘટનાઓ સામે આવી રહી હતી.