વીરપુર બન્યું જલારામમય, બાપાની 224 મી જન્મજ્યંતી પર ભવ્ય ઉત્સવનું આયોજન
Mnf network: રાજકોટ જિલ્લાના વીરપુર મા જલારામ બાપાની 224 મી જન્મજ્યંતી ની ધામધૂમ થી ઉજવણી થઇ રહી છે. નાનકડા વીરપુરમાં દૂર દૂરથી બાપા ના ભક્તો ઉમટી પડતા વાતાવરણ જલારામમય બન્યું છે. લોકો દ્વારા જન્મજ્યંતી પ્રંસગે ગઈકાલે રાતે ફટાકડા ફોડી બાપા ના ના વધામણાં પણ કરાયા હતા. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ના સૂત્ર ને સાર્થક કરનાર સઁત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિતે દિવાળી હોઈ તેવો માહોલ સર્જાયો છે.
આખા વીરપુર ની બજારો રંગબેરંગી લાઈટો થી શણગારવામાં આવી છે, અને ઘરે ઘરે રંગોળી પણ કરવામાં આવી છે.
સુરત, પોરબંદર, નવસારી, સોમનાથ સહિત થી બાપા ના ભક્તો પગપાળા. વીરપુર પહોચ્યા છે. આ તકે ભવ્ય શોભા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દર્શન કરી ખીચડી, કઢી, શાક અને ગુંદી ગાંઠિયા નો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.