સુરતમાં નર્સિંગ સ્ટાફ માટે યોજાયો મહત્વનો સેમિનાર
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : તાજેતરમાં સુરતમાં બેઝિક લાઇફ સપોર્ટ વિશે નર્સિંગ સ્ટાફ માટે ફ્રી વર્કશોપ સેમિનારનું આયોજન ઇન્ફિનિટી ટાવર સુરત સ્થિત IDCC હોસ્પિટલ ખાતે ISCCM (સુરત) અને IDCC હોસ્પિટલ team દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર 12 જાન્યુઆરી ને ગુરુવારના રોજ ઇન્ફિનિટી ટાવર સુરત સ્થિત IDCC હોસ્પિટલ ખાતે ISCCM (સુરત) અને IDCC હોસ્પિટલ team દ્વારા બેઝિક લાઇફ સપોર્ટ (BLS) વિષે નર્સિંગ સ્ટાફ માટે ફ્રી workshop (સેમિનાર)નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શહેરની અલગ અલગ હોસ્પિટલનાં 30 જેટલાં સ્ટાફ હાજર રહ્યા હતા. જેમાં ડૉ.નિરવ ગોંડલીયા, ડૉ.ચંદ્રકાંત ઘેવરીયા, ડૉ.કલ્પના સવાણી, ડૉ.ધારા ઘેવરીયા, ડૉ.ભાવિન શિરોયા અને ડૉ.પૂર્વેશ ઢાકેચા દ્વારા સ્ટાફને Lecture, Live demostration, Hands on practice & post session test દ્વારા માર્ગદર્શિત કર્યા હતા.
જેનો હેતુ Medical & peramedical સ્ટાફને લેટેસ્ટ માહિતી પ્રમાણે CPR (Cardio - Pulmonary resuscitation) માટે માર્ગદર્શન પૂરું પાડવાનું હતું.