પ્રેરણા : અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવનમાં નિર્ધારિત લક્ષ સુધી પહોંચવાનો શુ છે સફળમંત્ર ?

પ્રેરણા : અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવનમાં નિર્ધારિત લક્ષ સુધી પહોંચવાનો શુ છે સફળમંત્ર ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ : આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે કહ્યું છે કે, " સ્વપ્ન જોવાનો તો દરેકને અધિકાર છે પરંતુ સ્વપ્ન એવા જુઓ જે તમને ઊંઘવા ન દે." તો બીજી બાજુ સ્વામી વિવેકાનંદ એવું કહ્યું છે કે, " ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારા પ્રયત્નો ચાલુ રાખો  "

આ બંને મહાનુભાવોના કથનમાં થી એક વાત સ્પષ્ટ થાય છે કે જીવનમાં જે લોકો પોતાનું લક્ષ અંકિત કરે છે તે લક્ષ સુધી પહોંચી વળવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. જો કે પોતાનું લક્ષ નક્કી કરનારા બધા જ લોકો પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે એવું પણ બનતું નથી.લક્ષ નક્કી કરનારા લોકો ખૂબ ઓછા હોય છે.

કારણ કે લક્ષ્ય સુધી પહોંચવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. જીવનરૂપી નૈયા ને સંસારરૂપી સાગરમાંથી પાર કરવા માટે અનેક મુશ્કેલીઓ રૂપી મોજા ઓ નો સામનો કરવો પડે છે. પરંતુ જે લોકો મન મક્કમ રાખી હિંમત હાર્યા વિના સતત આગળ વધે છે તેઓ પોતાના લક્ષ્ય સુધી ચોક્કસથી પહોંચી જતા હોય છે.

સફળ વ્યક્તિ નથી કે જે ધનવાન હોય પરંતુ સૌથી સફળ એ વ્યક્તિ છે કે જેનું અસ્તિત્વ ન હોવા છતાં પણ તેના જીવનમાંથી લોકો પ્રેરણા મેળવતા હોય. જીવનનો અર્થ છે સમય અને જેઓ જીવનથી પ્યાર કરતા હોય તેમણે આળસમાં સમયને વેડફવો ન જોઇએ.

લક્ષ્ય હંમેશા અર્જુન જેવું રાખવું કે ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ માત્ર અને માત્ર લક્ષ પર તમારી દ્રષ્ટિ ટકી રહેવી જોઈએ. જીવનમાં ઘણી વખત એવા પ્રસંગો આવતા હોય છે કે જેથી વ્યક્તિ પોતે જે લક્ષ્ય નિશ્ચિત કરતો હોય છે લક્ષ્ય સુધી પહોંચવાને બદલે બીજી દિશામાં ફંટાઈ જતો હોય છે.

ઘણી વખત એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે જેના લીધે વ્યક્તિને જીવનમાંથી લક્ષ પ્રત્યેનો રસ ઊડી જતો હોય છે. પરંતુ યાદ રાખો ગમે એવી પરિસ્થિતિઓ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય પરંતુ તેનાથી વિચલિત થયા વિના માત્ર અને માત્ર પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટે સતત પ્રયત્નશીલ રહેવામાં આવે તો અને તો જ લક્ષ્ય પ્રાપ્ત થાય છે.