સિદ્ધપુર : મોઢ - મોદી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

સિદ્ધપુર : મોઢ - મોદી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ સિદ્ધપુર (પરેશ મોઢ) :સિધ્ધપુર મોઢેશ્વરી યુવક મંડળ સંલગ્ન સમસ્ત મોઢ મોદી સમાજ સ્નેહ મિલન અને શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ તથા ભોજન સમારંભ તારીખ 17 12 2023 ના રોજ સ્વામિનારાયણ મંદિર સિધ્ધપુર ખાતે યોજવામાં આવેલ. મંડળના અધ્યક્ષ મહેન્દ્રભાઈ મોઢ (એસટી વાળા) અને નવનિયુક્ત પ્રમુખ ભરતભાઈ મોદી, મંત્રી હિતેશભાઈ, ઉપપ્રમુખ જગદીશભાઈ તથા સમગ્ર કારોબારી ટીમ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ. 

ધોરણ એક થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ અને બે ટાઈમ ભોજન ની સુંદર વ્યવસ્થા કરેલ.

ડોક્ટર જયેશભાઈ મોદીએ સમાજના લોકોનું આરોગ્ય તંદુરસ્ત રહે તે અંગે માર્ગદર્શન આપેલ.

સભારંભ ના પ્રમુખ તરીકે શ્રી પ્રવીણભાઈ એન મોઢ (અમદાવાદ) અતિથિ વિશેષ તરીકે અનિલભાઈ, પરસોત્તમભાઈ યશોધરભાઈ, સિધ્ધપુર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ મોદી, દિનેશભાઈ, ગીરીશભાઈ વિગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ

મંડળ તરફથી છેલ્લા 40 વર્ષથી સેવા કરવામાં આવે છે સાંસ્કૃતિક પ્રોગ્રામ ના બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે, શૈક્ષણિક નોટબુક વિતરણ મેડિકલ કેમ્પ અનાજ કીટ ની સેવા કરવામાં આવે છે.