સુરત : VNSGU માં 10 જેટલી વિવિધ દેશોની ભાષાના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે, જાણો સંપૂર્ણ યાદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ તાત્કાલિક એકેડેમિક કાઉન્સિલનીબેઠકમાં લેવાયો નિર્ણય

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : બુર્સના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક સ્તરના વ્યાપાર અને વિનિમયને ધ્યાને લઈ નર્મદ યુનિવર્સિટીમાં લેંગ્વેજ ઇન્ટરપ્રિટરના કોર્સ શરૂ કરવા સૂચન કર્યું હતું. આ સૂચન બાદ કુલપતિ ડો. કે.એન ચાવડાએ તાબડતોબ એકેડેમિક કાઉન્સિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અલગ અલગ 10 જેટલા દેશની લેંગ્વેજના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આર્કિટેક વિભાગ દ્વારા એક આધુનિક સેલની રચના કરવામાં આવશે, આ સેલ અભ્યાસ કરી ડાયમંડ બુર્સના અધિકારીઓ સાથે વાતચીત કરીને તેની સાથે સંકલન કરશે. ડાયમંડ બુર્સ પર અભ્યાસ કરીને એક સાહિત્ય બનાવવામાં આવશે એ સાહિત્ય સ્કુલ અને અલગ અલગ ઈન્સ્ટીટ્યુટમાં મોકલશે.
નીચે મુજબની ભાષાઓના કોર્સ શરૂ કરાશે
*જર્મન લેન્ગવેજ
* ફ્રેન્ચ લેંગ્વેજ
* સ્પેનિશ લેંગ્વેજ
* ચાઇનિઝ લેંગ્વેજ
* ડચ લેંગ્વેજ
* સ્વિડઝ લેંગ્વેજ
* ફિનિશ લેંગ્વેજ
* જાપાનિઝ લેંગ્વેજ
* કોરિયન લેંગ્વેજ