સુરત : તેરા તુજકો અર્પણ : ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાંબાઝ પી.આઇ.દેસાઈને સન્માનિત કર્યા

સુરત : તેરા તુજકો અર્પણ : ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાંબાઝ પી.આઇ.દેસાઈને સન્માનિત કર્યા

સુરત શહેર પોલીસ દ્વારા " તેરા તુજકો અર્પણ " પહેલ અંતર્ગત વિવિધ ગુનાઓમાં કબજે લીધેલ મુદ્દામાલ અરજદારોને લોક અદાલત/કાર્યક્રમ યોજીને સાદર પરત કરવામાં આવે છે. કુલ ૩૧ કાર્યક્રમો દ્વારા આજસુધી કુલ રૂ.૨૦,૯૬,૦૩,૪૩૨ નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે.

તાજેતરમાં "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રૂ.૪,૫૦,૦૦,૦૦૦/- રકમના હીરા ફરિયાદીઓને પરત કર્યા. આવી પહેલ થકી ગુજરાત પોલીસ પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે. : હર્ષ સંઘવી

કરોડોની લૂંટની ઘટના અટકાવનાર જાબાંજ ઉધના પી.આઇ એસ.એન.દેસાઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હર્ષથી નવાજ્યાં... 

સુરતના ઉધના વિસ્તારમાં કરોડો રુપિયાની લૂંટની ઘટનાને લૂંટારુઓ અંજામ આપે તે અગાઉ જ ઊધના વિસ્તારના પી.આઇ એસ.એન.દેસાઇએ ઘટના સ્થળે પહોંચી જઇ લૂંટની ઘટના બનતા અટકાવી એક શખ્સને ઝડપી પાડી ખરા અર્થમાં સિંઘમ સાબિત થયા હતા. ઉધના વિસ્તારમાં લૂંટની આ ઘટનાને અટકાવવાની વાત સમગ્ર સુરત શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં સુરતના ઉધના વિસ્તારના પી.આઇની આ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. જ્યારે આ બાબતની જાણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને થતાં તેઓ પણ પી.આઇ એસ.એન.દેસાઇની આ જાંબાજીભરી કામગીરીથી ખુશ થઇ ગયા હતા અને પી.આઇની કામગીરી વખાણી પી.આઇ એસ.એન.દેસાઇની બહાદુરીભરી કામગીરીને નોંધ લઇ પી.આઇને પ્રશંસાપત્ર આપી નવાજ્યાં હતા અને ગૃૃહમંત્રી દ્વારા સુંદર કામગીરી બદલ એક લાખ રુપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.  

સુરતમાં આવેલા ઉધના વિસ્તારમાં આવેલા સીલીકોન શોપર્સ કોમ્પ્લેક્સમાં પટેલ અંબાલાલ હરગોવનદાસની આંગડીયા પેઢીના બે કર્મચારીઓ આંગડીયા પેઢીનો રુપિયો ભરેલો થેલો લઇ જઇ રહ્યા હતા. આ દરમિયાન લૂંટ કરવાના આશય સાથે પિસ્તોલ લઇ રુપિયાની લૂંટ ચલાવવા આવેલા બે લૂંટારુ આ બે કર્મચારીઓ પાસેથી રુપિયાની લૂંટની ઘટનાને અંજામ આપે તેની જાણ ઉધના વિસ્તારના પી.આઇ એસ.એન.દેસાઇને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને એક લૂંટારા શખ્સને દબોચી લીધો હતો. જ્યારે બીજો લૂંટારુ પી.આઇને જોતાં જ ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યોં હતો. ઉધના પી.આઇએ બંને લૂંટારુ વિરુદ્ધ ઇપીકો કલમ 397, 398,450,114 તથા આર્મ્સ એક્ટ કલમ 25(1-એ) 27 તથા જીપીએક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે લૂંટની ઘટનામાં ઉધના પી.આઇ એસ.એન.દેસાઇએ બહાદૂરીભરી કામગીરી કરી લૂંટની ઘટનાને અટકાવી હોવાની જાણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને થતાં તેમના દ્વારા પી.આઇની કામગીરી વખાણી પી.આઇને પ્રશસાપત્ર આપી સન્માનિત કર્યા હતા. તેઓએ પ્રશંસાપત્રમાં આપશ્રી તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર પહોંચી એક આરોપીને પકડી પાડી આપની ફરજ પ્રત્યે દ્રષ્ટાતરુપ કર્તવ્યનિષ્ઠા દાખવેલ છે. આ પ્રશંસનીય કામગીરી બદલ હું આ પ્રશંસાપત્ર એનાયત કરુ છું અને ભવિષ્યમાં પણ આજ રીતે પોલીસ વિભાગ માટે ખંતથી અને અસરકારક રીતે ફરજ બજાવવા પ્રતિબદ્ધ રહેશો તેવી અપેક્ષા સાથે શુભકામના પાઠવું છું આમ પ્રશંસાપત્રમાં પી.આઇની કામગીરીને બિરદાવી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભકામના પાઠવી હતી. જ્યારે આ બહાદુરીપૂર્ણ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી દ્વારા એસ.એન.દેસાઇને એક લાખ રુપિયાનુ ઇનામ આપવામાં આવ્યું હતું.