ઊંઝા : નગરપાલિકાના કોર્પોરેટર આવ્યા મેદાનમાં : હલકી ગુણવત્તા વાળી કામગીરી સામે ઉઠાવ્યો અવાજ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : વર્તમાન સમયે ઊંઝા શહેરમાં અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ કામગીરીમાં વહીવટી તંત્ર દ્વારા આપેલ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કામ ચાલી રહ્યું છે, જે અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ કામગીરી અંતર્ગત ડીપી(D.P) ઓટલા જે માં જમીન લેવલે તળિયે PCC વર્ક અને તેના ઉપર( ચણતર-પ્લાસ્ટર) ગુણવત્તા સહ ઈટ-સિમેન્ટ-રેત -પાણીનું ચોક્કસ જથ્થા મુજબ મિશ્રણ કરી કામગીરી થી નિર્માણ કરવાનું હોય છે તેમ છતા કોન્ટ્રાક્ટ દ્વારા ઈટ-સિમેન્ટ-રેત થી ડીપી(D.P) ઓટલા ચણતર કામ ખૂબજ હલકી ગુણવત્તા મટીરીયલ વાપરેલ હોવાનું બહાર આવ્યું છે. જે મુદ્દે નગરપાલિકાના કોર્પોરેટર અલ્પેશભાઈ પટેલે આ બાબતે UGVCL ના નાયબ ઇજનેર ને લેખિત ફરિયાદ કરી છે.
જેના કારણે ભારે વરસાદ કે અન્ય આપદા સમયે કોન્ટ્રક્ટર દ્વારા હલકી ગુણવત્તા મટીરીયલ થી બનાવેલ ડીપી(D.P) ઓટલા ધરાશાયી થઈ શકે છે જેના કારણે માનવ સર્જિત દુર્ઘટના થી નિર્દોષ લોકો તેનો ભોગ ન બને તેને લઈ નગર પાલિકા કોર્પોરેટર અલ્કેશ પટેલ દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવા રજૂઆત છે.આ ઉપરાંત વીજ કેબલ લોખંડના ડ્રમ જે જગ્યા પરનું કામ પૂર્ણ થયેલ તે જગ્યાઓ પર મહિનાઓ વિત્યા છતાં તેને હતાવવાની તજવીજ હાથ ધરવામાં આવતી નથી જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે.તો આ બાબતે પણ ઘટતું કરવાની રજૂઆત કરાઈ છે.