'તારક મહેતા કા ઉલટા ચશ્મા' સીરિયલની 'ગડા ઇલેક્ટ્રોનિક્સ' વિશેની શુ છે સત્ય હકીકત ? જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીને પહેલા કોનો રોલ ઓફર થયો હતો?

'તારક મહેતા કા ઉલટા ચશ્મા' સીરિયલની 'ગડા ઇલેક્ટ્રોનિક્સ' વિશેની શુ છે સત્ય હકીકત ? જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીને પહેલા કોનો રોલ ઓફર થયો હતો?

 મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં 2008થી દિલીપ જોશી નું પાત્ર જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી નો આજે જન્મદિવસ છે ત્યારે દિલીપ જોશી સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોડાયેલી કેટલીક એવી વાતો છે જે જાણીને ખરેખર વાચકમિત્રો ને નવાઇ લાગશે.

આપને જણાવી દઇએ કે કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોષીને સૌપ્રથમ ચંપકચાચા નો રોલ ઓફર થયો હતો. પરંતુ દિલીપ જોષીએ આ રોલ કરવાની ના પાડી દેતા છેવટે તેમને જેઠાલાલ નો રોલ આપવામાં આવ્યો હતો. જોકે જેઠાલાલનું પાત્ર એ વર્તમાન સમયના વેપારી લોકો માટે પણ એક આદર્શ ઉદાહરણ છે. સરકારના ટેકસની ચોરી કર્યા સિવાય પ્રામાણિકતાથી કેવી રીતે વ્યવસાય કરવો એ જેઠાલાલ ના પાત્ર થકી વિશિષ્ટ પ્રેરણા મળે છે.

બીજું કે જેઠાલાલ પોતે સ્વામિનારાયણ ગડા ઇલેક્ટ્રોનિક્સ ના માલિક છે જોકે સિરિયલમાં જે ગડા ઇલેક્ટ્રોનિક્સ બતાવવામાં આવે છે તેની સાથે પણ અત્યંત રસપ્રદ વિગતો જોડાયેલી છે હકીકતમાં આ ગડા ઇલેક્ટ્રોનિક્સ દુકાન નો નામ પહેલા શેખર ઈલેક્ટ્રોનિક્સ હતું. વાસ્તવમાં આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત છે. દુકાનના તમામ સીન્સનું શૂટિંગ એક અસલી દુકાનમાં કરવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર આ દુકાનના માલિકનું નામ શેખર ગડીયાર છે. તેઓ પોતાની આ દુકાનને શૉ માટે ભાડેથી આપે છે.

ગડા ઈલેક્ટ્રોનિક્સના નામથી ફેમસ થયા પછી આ દુકાનનું નામ ગડા ઈલેક્ટ્રોનિક્સ રાખી દેવામાં આવ્યું. શૉને કારણે હવે ગ્રાહકો કરતા વધારે ટૂરિસ્ટ ત્યાં આવે છે અને ત્યાં આવીને ફોટો પણ પડાવે છે. ગડા ઇલેક્ટ્રોનિક્સમાં જેઠાલાલ ને મદદરૂપ થનાર નટુકાકા અને બાઘો એ ભલે ત્યાં નોકર હોય પરંતુ જેઠાલાલનું પાત્ર દરેક વેપારી ને અને દુકાનના માલિક ને પ્રેરણા આપે છે કે તમારે ત્યાં કામ કરનાર નોકર ને નોકર ન સમજો પરંતુ પરિવારનો એક સભ્ય સમજો. ચોક્કસથી પ્રામાણિકપણે દિલ દઈને એ વ્યક્તિ તમારે ત્યાં નોકરી કરશે અને તમારા વ્યવસાયને એ પોતાનો વ્યવસાય ગણીને કામ કરશે.