ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ક્વોટાની 40+ PG મેડિકલ સીટ ખાલી
સારી સરકારી કોલેજમાં પીજી મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવો એ એમબીબીએસ ગ્રેજ્યુએટ માટે સૌથી મુશ્કેલ તબક્કો છે. આ રીતે કોમ્પીટીશન તો છે કેમ કે, સીટોની સંખ્યા મર્યાદિત છે અને ખાનગી કોલેજમાં પ્રવેશ માટે ફી લાખોમાં અને કેટલીકવાર રૂ.૧ કરોડથી વધુ હોય છે.
નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા બદલાયેલા નિયમોને કારણે રાજ્યમાં રેડિયોલોજી, ઓર્થોપેડિક્સ, એનેસ્થેસિયા અને ઓપ્થેલ્મોલોજી જેવી સૌથી પ્રખ્યાત શાખાઓમાં સહિત ઓછામાં ઓછી ૪૦ પીજી મેડિકલ સીટો ખાલી રહી છે. માત્ર ગુજરાત જ નહીં, અન્ય ઘણા રાજ્યોમાં પણ આવી જ નિરાશાજનક સ્થિતિ નોંધાઈ છે. સમગ્ર ભારતમાં, ઑક્ટોબર ૨૭ સુધીમાં, ખાલી પીજી મેડિકલ સીટોનો અંદાજ ૧૫૦૦ છે. તમિલનાડુમાં, લગભગ ૧૫૦ પીજી એઆઈક્યું સીટો ખાલી છે.
૨૦૨૧ થી, એનએમસી ભારતના તમામ રાજ્યોમાં સરકારી સંચાલિત મેડિકલ કોલેજોમાં ઓલ ઈન્ડિયા ક્વોટા બેઠકોને મંજૂરી આપતું નથી, જે પીજી મેડિકલ પ્રવેશના ચોથા રાઉન્ડ પછી ખાલી રહે છે.