VNSGU દ્વારા આવતા સત્રથી BA ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી કોર્સ શરૂ
Mnf network : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી વર્ષ 2024-25 માં એક નવો કોર્સ શરુ થવા જઈ રહ્યો છે. યુનિવર્સિટીના હિન્દુ સ્ટડી ડિપાર્ટમેન્ટ સાથે બી.એ. ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી કોર્સ આવતા સત્રથી શરૂ કરવામાં આવશે. આ કોર્ષમાં પ્રવેશ મેળવવાની લાયકાત, પ્રક્રિયા અને ફી સહિતની માહિતી યુનિવર્સિટી વેબસાઈટ પર મૂકવામાં આવશે.
BA ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી : બી.એ. ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી કોર્સ શરૂ કરતા પહેલા એક કમિટી બનવામાં આવી છે. કમિટી તરફથી જે કોર્સ તૈયાર કરવામાં આવશે એના પછી એકેડમિક કાઉન્સિલમાં આ કોર્સની મંજૂરી માટે મૂકવામાં આવશે. યુનિવર્સિટીની પ્રક્રિયા પ્રમાણે એકેડેમિક કાઉન્સિલ પછી સિન્ડિકેટ તરફથી પણ કોર્સને મંજૂરી લઈને નવા સત્ર 2024-25થી બી.એ. ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી કોર્સ ચાલુ કરી દેવામાં આવશે. કોર્સ માટે સીટોની સંખ્યા અને ફી પણ નિર્ધારિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાની માહિતી મળી છે.
યુનિવર્સિટી બી.એ. વીથ ડિફેન્સ અને નેશનલ સિક્યુરિટી કોર્સ શરૂ કરવા જઈ રહી છે. 140 કરોડ જનતાની આંતરિક સલામતી માટે તેમજ રાષ્ટ્રીય વાતાવરણ માટે જરૂરી હોય તે માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થશે. તેમજ અગ્નિવીર માટે પણ આ કોર્સ ઉપયોગી બની રહેશે.