ભાજપની ટીકીટ પર ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ખુશ ખબર : આ ઉમેદવારોને પણ મળશે ટીકીટ
ભાજપની ટિકિટની વહેંચણીના નિયમો હળવા કરાય તેવી સંકેત.
જીતી શકે તેવા ઉમેદવારને ટિકિટ મળશે
ઉમરનો બાધ દૂર કરાશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : દિવાળી પર્વ દરમ્યાન ભાજપના ધારાસભ્યો માટે શુભ સંકેત પાર્ટી નેતાગીરીએ આપ્યા છે . ખાસ કરીને વય મયાર્દા કે ત્રણ ટર્મની મર્યાદા દૂર કરાય તેવા સંકેત મળી રહ્યાં છે .
ભાજપના સીનિયર નેતા તથા કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ છ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભાજપની નેતાગીરીએ ટિકીટ વહેંચણી માટે કેટલાંક નિયમો હળવા કરવાના સંકેત આપ્યા છે . તેમાં ત્રણ ટર્મ લડી ચૂકેલા તથા 60 વર્ષની વય વટાવી ચૂકેલા ધારાસભ્યોને ભાજપની નેતાગીરી 182 બેઠકો માટે પુનઃટિકીટ નહીં મળે તેવા નિયમોમાં ફેરફાર કરી શકે તેવા સંકેતો મળ્યા છે.
નિરીક્ષકોની ટીમ આગામી તા .27 થી 29 મી ઓકટોબર દરમિયાન મત વિસ્તારની મુલાકાત લઈને ઉમેદવારની પસંદગી માટે રજૂઆતો સાંભળશે . તે પછી નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ નેતાગીરી ને સુપ્રત કરશે ખાસ કરીને મતદારો તથા પાર્ટીના કાર્યકરોને સ્વીકાર્ય હોય તેવા જીતી શકે તેવા ઉમેદવારોને ટિકીટ અપાય તેવી શકયતા છે .