ઊંઝા : પાલિકા પ્રમુખે ગૃહ મત્રીને લખ્યો પત્ર : શહેરની સુરક્ષા માટે કરી મહત્વની માંગણી
પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ને લખ્યો પત્ર
ઊંઝા શહેરમાં 'સુરક્ષા સેતુ ' યોજના હેઠળ સીસીટીવી કેમેરા ફાળવવા કરી માંગ
એશિયાની સૌથી મોટી એ પી એમ સી અને કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતા નું છે યાત્રાધામ
અહી ખેડુતો અને શ્રદ્ધાળુઓ ની મોટા પ્રમાણમાં રહે છે અવર જવર
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર આઇ.એસ.ઓ. સર્ટિફાઇડ પ્રમાણપત્ર ધરાવતી ઊંઝા નગર પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી શહેરની સુરક્ષા હેતુથી ' સુરક્ષા સેતુ ' યોજના હેઠળ શહેરમાં સીસીટીવી કેમેરા મંજૂર કરવા માંગણી કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે, ઊંઝા શહેર માં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર નગરપાલિકા નું સંચાલન કરવામાં આવે છે. ઊંઝા APMC એશિયા ની સૌથી મોટી વેપાર કરતી મંડી છે. અહી રોજ બરોજ સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી ખેડૂતો ખેત પેદાશ ના વેચાણ માટે આવે છે.
તેમજ સમગ્ર કડવા પાટીદાર ના કુળદેવી શ્રી ઉમિયામાતા નું મુખ્ય મંદિર પણ ઊંઝા ખાતે આવેલ છે. આમ અહી આવતા યાત્રાળુઓ તેમજ APMC માં આવતા ખેડૂતો ની સલામતી જળવાય તે હેતુ થી સમગ્ર ઊંઝા નગર માં 'સુરક્ષા સેતુ' યોજના હેઠળ CCTV કેમેરા મંજૂર કરાય તેવી વર્તમાન સમયની લાગણી સાથે માંગણી છે.