સુરત સહિત મહાનગરોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
શૈક્ષણિક સંસ્થાઓ માંથી વિદ્યાર્થીઓના કોરોના પોઝીટીવ કેસ મળતા તંત્ર દોડતું થયું.
બરફી વાલા કોલેજમાં 10 પોઝીટીવ કેસ મળતાં 14 દિવસ માટે કોલેજ બંધ કરાઈ
વાળીમંડળ દ્વારા પણ કોરોનાના કેસો વધતા શાળાઓ બંધ રાખી ઓનલાઈન શિક્ષણ આપવા આવેદન પત્ર અપાયું
DEO કચેરી દ્વારા આજથી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાશે.
શાળાઓમાં ધો.9 થી 12 ના ધોરણોમાં ફૂલ સંખ્યા આવતી હોઈ સોશ્યલ ડિસ્ટન્સ નહિ જળવાતું હોવાની રાવ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી બાદ એક વાર ફરીથી કોરોના એ માથું ઉચક્યું છે. ત્યારે સુરત સહિત મહાનગરોમાં કોરોના ના કેસો માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે શૈક્ષણિક સંકુલોમાં થી પણ કોરોનાના પોઝીટીવ કેસ મળતા તંત્ર દોડતું થયું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ શક્ય હોય તો શૈક્ષણિક સંસ્થાઓ ને બંધ રાખી ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ આપવા માટે અનુરોધ કર્યો છે.
બીજી બાજુ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ આઠ સભ્યોની એક ટીમ બનાવીને શાળામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. તો વળી SMC કમિશનરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, બરફીવાલા કૉલેજ માંથી 10 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા 14 દિવસ માટે કોલેજને બંધ કરવામાં આવી છે. જ્યારે સંત નામદેવ નગર પ્રાથમિક શાળામાં 6 અને સંત નચિકેતા પ્રાથમિક શાળા માંથી 4 કેસ પોઝિટિવ મળી આવતા આ સંકુલોને પણ 14 દિવસ માટે બંધ કરાયાં છે.
અત્રે નોંધનીય છે કે હાલમાં શાળામાં ધોરણ ૯થી ૧૨ના સંપૂર્ણ વિદ્યાર્થીઓને મોટાભાગની શાળાઓમાં અભ્યાસ માટે બોલાવવામાં આવી રહ્યા છે જેને લઇને વિદ્યાર્થીઓમાં સોશિયલ distance જળવાતું નથી એટલું જ નહીં પરંતુ કેટલીક શાળાઓમાં આ બાબતે વધારે સઘન તકેદારી રાખવામાં પણ નહીં આવતી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વાળીમંડલ દ્વારા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી કોરોના ના કેસો માં ઘટાડો ન થાય ત્યાં સુધી શાળાઓ બંધ રાખવા માટે માગણી કરવામાં આવી છે.