AAP ના જન પ્રતિનિધિએ આઇસોલેશન સેન્ટર માટે ઓક્સિજન મેળવવા કર્યું એવું કામ કે જાણીને તમે પણ કરશો સલામ

AAP ના જન પ્રતિનિધિએ આઇસોલેશન સેન્ટર માટે ઓક્સિજન મેળવવા કર્યું એવું કામ કે જાણીને તમે પણ કરશો સલામ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં કોરોનાની મહામારી ને કારણે ખૂબ જ વિકટ સમસ્યાઓ સર્જાઇ રહી છે એક બાજુ હોસ્પિટલોમાં દવાખાના ઉભરાઇ રહયા છે બીજી બાજુ કેટલાક ઠેકાણે બેડ ની વ્યવસ્થાઓ નથી તો વળી ક્યાંક હોસ્પિટલોમાં ઓક્સિજનનો છે જેને લઇને લોકો કોરોના સામેના જંગમાં હારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કપરી પરિસ્થિતિમાં isolation સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે isolation સેન્ટરોમાં પણ ઓક્સિજનનો ઘણી વખત અભાવ સર્જતો હોય છે ત્યારે ઓક્સિજન મેળવવા માટે કેવી કપરી પરિસ્થિતિ સર્જાતી હોય છે તેનો એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે.

સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, સુરત મહાનગરપાલિકા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના સહયોગથી વિવિધ જગ્યાએ ઓક્સિઝન સાથેના આઈસોલેશન સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે.આ આઈસોલેશન સેન્ટર્સમાં ગઈકાલે ઓક્સિઝન સ્ટોક ખલાસ થઈ જતા સુરતના સેવાભાવી લોકસેવક આદરણીય મહેશભાઈ સવાણી (સેવા) અને વિપક્ષ નેતા શ્રી ધર્મેશ ભંડેરીના સહકારથી રાત્રે બે વાગ્યે ઓક્સિઝન મેળવવાની વ્યવસ્થા કરવા માટે અંકલેશ્વર ગયા હતા અને વહેલી સવારે ઓક્સિઝનનો જથ્થો લઈને પાછા આવ્યા હતા. સુરતના આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધી કિરણ ખોખાણી જેઓ ઓક્સિઝન સિલિન્ડરનો જથ્થો મેળવવા માટે GIDCમાં ગઈ આખી રાત ખડેપગે રહ્યા.