ભગવદ ગીતાનો ઉપદેશ વિશ્વના દરેક ખૂણે પહોંચવો જોઈએ: અમિતશાહ
કુરુક્ષેત્રમાં 'આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ'નું આયોજન
અમિત શાહે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં સંબોધન કર્યું
છેલ્લા દસ વર્ષમાં મોદીજીએ ભારતના 'સ્વ'ને જાગૃત કરવાનું કામ કર્યું: અમિત શાહ
Mnf network : સહકાર મંત્રી અમિત શાહે હરિયાણાના કુરુક્ષેત્રમાં આયોજિત 'આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ'માં ભાગ લીધો હતો
આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, વ્યક્તિ, સમાજ અને વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ ગીતાના ઉપદેશોમાં સમાયેલો છે. છેલ્લા દસ વર્ષમાં મોદીજીએ ભારતના 'સ્વ'ને જાગૃત કરવાનું કામ કર્યું છે.
ભાજપ માને છે કે ભારતની મહાન સંસ્કૃતિને હંમેશા આગળ લઈ જવી જોઈએ અને આ મહાન સંસ્કૃતિમાંથી માર્ગદર્શન લઈને દેશની નીતિઓ બનાવવી જોઈએ. દેશના કાયદા અને નીતિઓમાં ભારતની ભૂમિનો સ્વાદ હોવો જોઈએ. સાથે જ જણાવ્યું કે ભગવદ ગીતાના ઉપદેશો ભારત અને વિશ્વના તમામ ભાગોમાં પહોંચવા જોઈએ.