મહેસાણા LCB પોલીસે ઉનાવાની સીમમાંથી બનાવટી વિદેશી દારૂની ફેકટરી ઝડપી

મહેસાણા LCB પોલીસે ઉનાવાની સીમમાંથી બનાવટી વિદેશી દારૂની ફેકટરી ઝડપી

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા ગાંધીનગર રેન્જ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલનાઓ એ પ્રોહીબીશન ની બદી નેસ્તનાબૂદ કરવા કરેલ સૂચનાઓના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ રાઠોડ ના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.બી.ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે.વાઘેલા તથા પોલીસના માણસો ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન એ.એસ.આઇ દિનેશભાઈ રામજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ બાબાભાઈ નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે ઉનાવા આનંદપુરા ખાતે રહેતા ચૌધરી રમેશભાઇ હીરાભાઈ તથા ચૌધરી ફુલજીભાઈ ઘેમરભાઈ બંને જણા રાજસ્થાનથી માણસો બોલાવી સુરપુરા જતા રોડ ઉપર આવેલ ખેતરની ઓરડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી ડુપ્લીકેટ નકલી દારૂ બનાવી કાચની બોટલોમાં પેકિંગ કરી અને જે બહારના રાજ્યમાં ઉત્પાદિત થતો અને ગુજરાતમાં પ્રતિબંધિત વિદેશી દારૂ હોય જે બનાવી વેચાણ કરે છે.

જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ જઈ રેડ કરતા ચૌધરી રમેશભાઇ હીરાભાઈ રહે. આનંદપુરા,ઉનાવા વાળા ને પોતાના ખેતરમાં બનાવેલો ઓરડીવાળી જગ્યાએથી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની સીલબંધ બોટલો નંગ 495 કિંમત રૂપિયા 173250  તથા ડુપ્લીકેટ નકલી દારૂ બનાવવાના સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 2,24,650ના મુદ્દામાલ સાથે આરોપી ચૌધરી રમેશભાઇ હીરાભાઈ ને પકડી પાડેલ તેમજ ચૌધરી ફુલજીભાઈ ગેમરભાઈ તથા બીજા સહ આરોપી હાજર મળી આવેલ ન હોય ઉપરોક્ત તમામ વિરુદ્ધ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજિસ્ટર કરાવવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.